જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા શ્રમજીવીનગરમાં વિરમ ભનુ આહિર નામનો શખ્સ પોતાના ઘરે જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે ડીવાય.એસ.પી.ના સ્કર્વોડના સ્ટાફે દરોડો પાડી મહિલા સહિત ૧૪ શખ્સોને રૂ.૨.૨૦ લાખની રોકડ સાથે ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ડીવાય.એસ.પી. સ્કર્વોડના પંકજભાઇ સાગઠીયા સહિતના સ્ટાફે વિરમ ભનુ આહિરના મકાન પર જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા સિકંદર નુરમામદ, લાલજી ઉકા, ધી‚ લાખા, દિલીપ કાળા જાદવ, વિક્રમ કાળા કારેઠા, લાલા અરજણ બાબરીયા, દર્શન હસમુખ સોઢા, રફીક જીકર, અમીન ઇસ્માઇલ માલા, અલ્તાફ સુલેમાન, રહીમ જબર, સરફરાજ આફતાબ બુખારી, મનિષ દેવા ડાંગર અને અલ્પાબેન સંજયભાઇ આહિર નામના શખ્સોને રૂ.૨.૨૦ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે. દરોડા દરમિયાન જુગાર કલબ સંચાલક વિનુ ભનુ આહિર ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.