- સિવિલ સર્જન દ્વારા પીડીયાટ્રીક તેમજ અન્ય વોર્ડનું કરાયું નિરીક્ષણ
- હાલ પૂરતી 30 દર્દીઓ માટેની વ્યવસ્થાઓ કરાઈ
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ એક્શન બોર્ડમાં આવી ગઈ છે અને સિવિલ હોસ્પિટલના દ્વારા 30 જેટલા દર્દીઓ માટેની બેડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉપરાંત દવાઓનો પૂરતો સ્ટોક અને ઓક્સિજન તેમજ મેડિકલ ટીમને તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. જે અંગે સિવિલ સુપ્રી ટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા હોસ્પિટલના વોર્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજની 40 થી 50 ઓપીડી નોંધાય છે જેમાં તાવ શરદી ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે. જે કેસમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી. તેમ છતાં તૈયારીઓના ભાગરૂપે જુનાગઢ સિવિલ હોસ્પિટલ સજજ કરવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પગ પેસારો કરનાર HMPV વાયરસના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ જરૂરી તબીબ- નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવેલ છે. તેમજ વાયરસ માટે અલગથી 30 બેડ સાથેનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલ છે સાથે વાયરસને ચેક કરવા માટેની કીટોપણ મંગાવી લેવામાં આવી છે. જૂનાગઢ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે, HMPV વાઇરસએ કોરોનાની જેમ ભયંકર વાયરસ નથી.
સામાન્ય શરદી,ઉધરસ, તાવથી થઇ રહ્યો છે. ખાસ કરીને 1 વર્ષથી નાના બાળકોને અસર કરી શકે છે. જેને લઇને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વાયરસને લઇ આગવી તૈયારીરૂપે રૂમ નંબર 602 માં અલગથી 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત તમામ પ્રકારની દવાનો સ્ટોક પૂરતો કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સ તબીબ- નર્સિંગ સ્ટાફ સહિત 15ની ટીમ પણ તૈનાત રાખવામાં આવેલ છે. ખાસ કરીને આ રોગ સામાન્ય હોવાથી લોકોએ ગભરાવુ નહીં તેમજ હાલ જૂનાગઢમાં આવો એકપણ કેસ નોધાયો નથી તેમ જણાવેલ છે. સિવિલ હોસ્પિટલની સાથે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર પણ ગુજરાતમાં વાયરસના કેસ નોંધાતા સજ્જ બન્યુ છે
લોકોએ આ કાળજી રાખવી જરૂરી છે”
જયારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢુ અને નાકને રૂમાલથી ઢાંકવુ. નિયમિત રીતે હાથ સાબુ, પાણીથી ધોવા કે સેનેટાઇઝરનો ઉપયોગ કરવો. પાણી વધારે પીવુ, પૌષ્ટીક આહાર લેવો જરૂરી છે. તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળોએ જવાનુ ટાળવુ જોઇએ. આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.