અબતક, દર્શન જોશી,જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં અલગ-અલગ ગ્રાહકોએ ફ્લિપકાર્ટ દ્વારા મંગાવેલ રૂ. 4.79 લાખની કિંમતના 37 મોબાઈલ ઇકાર્ટ કંપનીના ડીલેવરી કરતા ડીલેવરી બોય દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે બીજી બાજુ જૂનાગઢ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
જુનાગઢ શહેરના મોતીબાગ ગેઇટ નં-2 ની સામે આવેલ 7 સીઝ નામના કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર 5 અને 6 માં આવેલ ફલીપકાર્ટ ઓનલાઇન ખરીદી કંપનીના ઇકાર્ટ હબ સેન્ટર ખાતે ફલીપ કાર્ટમાંથી અલગ અલગ ગ્રાહકોએ કુલ કિમત રૂ. 4,79,230 ના અલગ અલગ મોબાઇલ ફોન નંગ – 37 મંગાવેલ હોય, અને આ મોબાઇલ અમદાવાદથી જુનાગઢ હબ સેન્ટર ખાતે આવેલ હતા. જે મોબાઇલ ગત તા. 30/10/2021 થી તા.12/12/2021 ના સમય ગાળા દરમ્યાન જુનાગઢ હબ સેન્ટર ખાતે શોર્ટીંગ સમયએ ઇકાર્ટ કંપનીમાં ડીલેવરી બોય તરીકે નોકરી કરતા 45 ડીલેવરી બોયમાં માંથી કોઇપણ ડીલેવરી બોય એ ચોરી છુપીથી ચોરી કરી લઇ ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છેે.
ઇકાર્ટ હબ સેન્ટર જુનાગઢના અમરદિપસિંહ વનરાજસિંહ ઝાલા એ પોલીસમાં ફલીપ કાર્ટમાંથી અલગ અલગ ગ્રાહકોએ કુલ કિમત રૂ. 4,79,230 ના મંગાવેલા અલગ અલગ મોબાઇલ ફોન નંગ – 37 ઇકાર્ટ કંપનીમાં ડીલેવરી બોય તરીકે નોકરી કરતા 45 ડીલેવરી બોયમાં માંથી કોઇપણ ડીલેવરી બોયએ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા ઝીણવટ ભરી તપાસ હાથ
ધરી છે.