કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા રહ્યા ઉપસ્થિત
જૂનાગઢના જાહેર જીવનમાં દાયકાઓ સુધી લોક સેવા સાથે સંકળાયેલા ભાજપના દિગ્ગજ આગેવાન નરસિંહભાઇ પઢીયાર ની પુણ્યતિથિ નિમિત્તે પરંપરાગત રીતે પરિવારજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને ક્રાંતિકારી સંત પૂ મુક્તાનંદજી મહારાજે પ્રારંભ કરાવ્યો હતો.
જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના અડીખમ આગેવાન સ્વર્ગસ્થ નારસિંહભાઇ પઢીયારની બીજી પુણ્યતિથિ નિમિત્તે આજે જૂનાગઢ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પને કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા તથા ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુ, મોટા પીરબાવા તનસુખગીરી મહારાજ વગેરે ખુલ્લો મુક્યો હતો. જૂનાગઢના રેડક્રોશ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શહેર ભાજપના પ્રમુખ શશીકાંત ભીમાણી, સંજયભાઈ કોરડીયા, અગ્રણી તબીબ ડો. ડી.પી. ચીખલીયા , પૂવઁ મેયર આધ્યાશકિતબેન મજમુદાર, જીતુભાઈે ભીડી, ભરતભાઈ ગાજીપરા , કરશનભાઈ ધડુક, ભીખુભાઈ યાદવ , પુનિતભાઈ શમાઁ , અશોકભાઈ ભટ્ટ, નિરવભાઈ પુરોહિત, સંજયભાઈ મણવર , પલ્લવીબેન ઠાકર, ધરમણભાઈ ડાંગર, નાથાભાઈ મોરી , ઉમેદસીંહ રાઠોડ, કિરીટભાઈ રાણીંગા, આશિષભાઈ કારીયા, અમિતભાઈ દેસાઈ, ભરતભાઈ મજમુદાર, ડો.પીયુષ પંડયા, હરેશભાઈ પરસાણા, ભરતભાઈ કારેણા, માલદેભાઈ ડોડીયા, માવસિંહ બારડ, સહિત શહેરના અગ્રણીઓ તથા પઢીયાર પરિવારના શુભેચ્છકો અને મિત્રો હાજર રહ્યા હતા.