ભેંસાણના ભાજપ અગ્રણીના પુત્રએ રૂડાના કાર્યપાલક ઇજનેર અને 5 ભાગીદાર કોન્ટ્રાક્ટરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ અને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ભેંસાણના હરિપરા પ્લોટમાં રહેતા ભાજપ અગ્રણીના પુત્ર ધવલ કરશનભાઇ ડોબરિયા (ઉ.વ. 35) સરકારી કોન્ટ્રાક્ટર હતા. ધવલભાઈએ રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસા યોજનાના જૂના સરકારી કામના કોન્ટ્રાક્ટ માટે રૂ. 4 કરોડની માતબર રકમનું રોકાણ પણ કર્યું હતું. એ રકમ ફસાઇ જતાં છેલ્લા એક અઠવાડિયાથી ધવલભાઈ ડિપ્રેશનમાં હતા. અને આ ડિપ્રેશનના કારણે ધવલભાઈ પોતાના રૂમમાં એકલા હતા. ત્યારે જંતુનાશક દવા ગટગટાવી ગયાાા હતા જે અંગેની પરિવારજનોનેેેે જાણ થતા ધવલભાઈનેેેે તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યા હતાા તે દરમિયાન જ રસ્તામાં ધવલભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા અનેે તેનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. આ દુ:ખદ સમાચારથી પરિવારમાં આક્રંદ અને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ધવલભાઇના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવતા તેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેના આધારે ધવલભાઇ રૂડાના કર્મચારી અને કોન્ટ્રાકટર ભાગીદારના ત્રાસથી જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.