વરિષ્ઠ સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ: શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન અને રૂદ્રભિષેક કરાયો
જુનાગઢના ગીરી તળેટીમા: બિરાજતા ભવનાથ મહાદેવ મંદીરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આરશે બે હજાર જેટલા સંતોએ ભંડારાનો લાભ લીધો હતો.
જુનાગઢમાં યોજાતા મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળા સહીતના મહોત્સવમાં શ્રઘ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન ભવનાથ મહાદેવના પ્રાચીન મંદીર ખાતે શ્રી પંચ દશનામ જુના અખાડાના સંતો દ્વારા પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી મંદીરના મહંત હરિદ્વારવાળા હરીગીરીજી તથા પ્રબંધક મહામંડળેશ્ર્વર ભારતીબાપુ સહીતના વરિષ્ઠ સંતો મહંતોની હાજરીમાં સવારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન બાદ ‚દ્રાભિષેક કરવામાં આવ્યો હતોે તેમજ ૧૨૫ કીલો ફળોનો થાળ ભોળાનાથને ધરવામાં આવ્યો હતો. બપોરે રાખવામાં આવેલા ભંડારામાં ભવનાથ ક્ષેત્રના સાધુ સંતાની ઉ૫સ્થિતિ રહી હતી