જય વિરાણી, કેશોદ: અન્નદાતાઓ માટે ગામડાઓમા સેવા સહકારી મંડળી ચાલતી હોય. જે ખેડૂતોને ખેતીમાટે પાક-ધિરાણની સહાય પુરી પાડે છે. મોટાભાગના ખેડૂતો દ્વારા સેવા સહકારી મંડળીનો લાભ લેતા હોય. જયારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે સેવા સહકારી મંડળીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ભંડુરી ગામની સેવા સહકારી મંડળી સામે ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે સેવા સહકારી મંડળીમાં મોટા પાયે ગોટાળા અને ગેરરીતિ અંગે ગામના ખેડૂતોમાં મોટા પાયે ઉહાપોહ મચી ગયો છે. આ અંગે ભંડુરી ગામનાં 100 જેટલા ખેડૂતો અને તાલાલા ગીરના ખેડૂત જન અધિકાર મંચના પ્રવિણ રામ સાથે 100 જેટલા ખેડૂતો આજે 48 ખેડૂતોના નામોની યાદી સાથે મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારને આવેદન પત્ર આપેલ છે. જેમાં મંડળીના પ્રમુખ મોહન ભાઈ દેવશીભાઇ ગોધાસરા અને એના મળતિયા સામે 92 લાખ રૂપિયાની ઉચાપત અને ગોટાળાની ફરિયાદો કરી છે.

Bhanduriઆ મામલે પ્રવીણ રામે જણાવ્યું છે કે, ’48 ખેડૂતોના નામે મંડળીમાં ગોટાળા થયા છે. જેને રૂપિયા જમાં કરાવ્યા છે, અને એની રકમ બાકી બોલે છે. એક ખેડૂતનું 2019માં અવસાન થયેલ છે. અને 2020માં તેના નામે રૂપિયા ઉપડેલ છે. ત્રણ થી ચાર વીઘાના નાના ખેડૂતોએ 30 હજાર ઉપાડ છે, તો એના નામે 3 લાખ રૂપિયા બાકી બોલે છે.’

વધુ માં પ્રવીણ રામ જણાવતા કહે છે કે, ‘જેણે મંડળીમાં રૂપિયા ભરેલ છે, તે લોકોને પહોંચ પણ નથી આપેલી. તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે. મંડળીના પ્રમુખે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને ખેડૂતોના નામે ચોરવાડની જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી રકમ ઉચાપત કરેલ છે. તેવા આક્ષેપો સાથે મામલતદારને રજુઆત કરી છે.’

Farmer 5આવડો મોટો ગોટાળો થતાં પ્રમુખ સામે ઝીણવટ ભરી તપાસ કરવાની માગણી કરાઈ છે. જે ખેડૂતોએ રૂપિયા નથી ઉપાડેલ એવા ખેડૂતોને રૂપિયા ભરવાનું બેંક દબાણ કરી રહી છે. ગોટાળો સામે આવતા ભંડુરી સેવા સહકારી મંડળી સામે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

જૂનાગઢ: માયકાંગલા તંત્રની અમારે જરૂર નહીં, અમારી તો જાત મહેનત જ જીંદાબાદ… ખેડૂતોએ ઉપાડ્યું આ બીડું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.