પ્રદેશના રાજકારણમાં જુનાગઢ ઓરમાયું ? માખી મારવાની ત્રેવડ વગરના રાજકારણીઓની અણઆવડતનો ભોગ પ્રજા બની રહી છે

જુનાગઢ વર્તમાન સમયમાં નાનાી મોટી અનેક સમસ્યાઓથી ખદબદી રહ્યું છે. ગુંદકીથી લઇ રોડ રસ્તા ગટરો અને લાઇટોના પ્રશ્ર્નો આજે મહાનગર બન્યાના દાયકાઓ પછી પણ પ્રજાને પજવી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ સતાની સાઠમારીમાં પ્રજા લક્ષી કામ ન થયાનું જુનાગઢની જનતાને આજદીન સુધી કાયમ માટે વસવસો રહ્યો છે. શહેરને વર્ષોથી સરદર્દ સમાન સમસ્યા શહેરની વચ્ચે થી નીકળીતી રેલવે લાઇન હોય કે જોષીપરાનો અંડર બ્રીજ કે પછી માથે મોત બનીને ઉભેલી જજુમતી ઇમારતો સહીત સામાન્ય ગણી માથે મોત બનીને ઉભેલી જજુમતી ઇમારતો સહીત સામાન્ય ગણી શકાય તેવસ રખડતા ઢોરની સમસ્યાઓ હોય એકપણ પ્રજા લક્ષી સમસ્યાનું નિરાકરણ લાવવામાં પ્રદેશના નેતાઓ સાથે ફોટા પડાવવામાં પાવરધા વિરોધ પણના કે શાસક પક્ષના એકપણ પાણી આરા નેતા જુનાગઢને આજ દિવસ સુધીમાં ન મળ્યા નો વસવસો કાયમ માટે બુઘ્ધિજીવી પ્રજાન રહ્યા છે.

સમય અને સંજોગોની સાથે જો પરીવર્તન નો તાલ નથી મેળવાતો તો ક્ષેત્ર ગમે તે હોય આગામી સમયમાં જુનાગઢના રાજકારણમાં છેલ્લા અમુક સમયને બાદ કરતાં કોઠા સૂઝ વાળા રાજકીય નેતાની અછત ઉભી થઇ છે. અને એકલ દોકલ નેતાને ગાડરીયા પ્રવાહમાં ચાલવામાં રસ નથી પણ પ્રદેશની નેતાગીરીને પણ જુનાગઢ ઓરમાયુ  હોય તેમનો રીપીટ થીયરી કે પછી પણમાંથી નવા ચહેરાઓને આગળ લાવવાની તસ્દી આજદીન સુધી એક પણ પક્ષે લીધી નથી જુનાગઢની સામાન્ય ગણી શકાય તેવી રોડ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા હોય કે પછી શહેરીજનો માટે મોત બનીને ઝળુબતી જર્જરીત ઇમારતો હોય જાણે આ લોકોને શહેરીજનોની સમસ્યા નીવારવાને બદલે બીજા ખોટા અખાડા ઉભા કરી કારણ વગર તુતુ મૈ મે નો દેકારો કરી નકકર કામગીરી કરવામાં રસ નથી અથવા આ લોકોને ફાવતું નથી. હાલ ચોમાસાની ઋતુને લઈને શહેરમાં ઠેર ઠેર ગંદકીનાં ગંજો ખડકાયા છે. સફાઈ કર્મીઓની ટીમનું વ્યવસ્થીત મોનીટરીંગ પતુ નથી કાયમ માટે માણસોની અછત ભોગવવી પડે છે. પ્રદેશના નેતાઓને લાડકા થવા સ્થાનિક નેતાઓ સફઈ અભીયાનમાં ફોટોશેશન પુરા કરે છે. પણ પહેલી કહેવત પ્રમાણે શેઠની શીખામણ ઝાંપા સુધી તેની જેમ પ્રજામાં જાગૃતતા આવે અથવા પ્રજા માટે સમસ્યા ‚પ બનનારા સામે દાખલા‚પ દંડનીય કામગીરી આજ દિવસ સુધી પ્રજાને દેખાણી નથી સરકારી કાર્યક્રમોમાં ફેશન વીકની જેમ અવનવા ડ્રેસ અને કોડની ફેશન જાણે આ લોકોને માથે ચડી હોય તેમ અને આના સિવાય બીજુ કાંઈ ફાવતું ન હોય તેમ પોતાનો વ્યકિત ગત લુક ઉભો કરવામાં શહેરનો લુક ઉભો કરવાનું આ લોકોને ભૂલાઈ જાય છે. હાલમાં વરસાદના કારણે ગંદકીની સમસ્યા સાથે જ આ ગંદકી ઉભી કરવામાં મોટો ભાગ ભજવતા પશુપાલકો કે જેના કારણે મુખ્ય માર્ગો પર ઠેર ઠેર રખડતા પશુઓનો અડીંગો જમાવી રહ્યા છે. શહેરમાં રખડતા પશુઓનાં કારણે વાહન અકસ્માત સર્જાયા છે જેમાં કેટલીકવાર નિદોર્ષ લોકોના મોત નિપજયા છે.

પશુઓ માર્ગો પર અડીંગો જમાવીને બેસી જાય છે. અવાર નવાર આખલા યુધ્ધ નજરે પડે છે. જેમાં વાહન ચાલકો પણ હડફેટે ચડી જાય છે. આવી નાની નાની સમસ્યાઓ પણ આ લોકો પ્રજા માટે ઉકેલી શકતા નથી. જોષીપરાનો અંડરબ્રીજ કે જે સમસ્યા વિશાળ જન સમુદાયને સ્પર્શ છે તેનો નિકાલ કરવામાં આજ દિવસ સુધી સતાધીશો કે જે પોતાને રાજકારણને બાહુબલીયા ગણાવે છે તેવો નિકાલ કરી શકયા નથી સામાન્ય ગણી શકાય તેવા વરસાદમાં પણ આ અંડર બ્રીજ પ્રજા માટે મોટી સમસ્યા બનીને સામે ઉભો રહે છે. શહેરને રીતસરના બે ભાગ કરી વચ્ચેથી નીકળતી રેલવે લાઈનો માટે મહાનગર બન્યાના દાયકાઓ પછી પણ બે માંથી એક પણ પત્રક્ષના નેતાઓને સુજતુ નથી.

કામ કરવાની ખેવના રાખનારા માટે અહીં તેના વખાણ કરતા થાકતા નથી તેવા પ્રદેશના નેતાઓની સતા રાજયમાં અને કેન્દ્રમાં છે. આજે સમસ્યાઓથી ખદબદતા જુનાગઢને જોઈને બુઘ્ધીજીવી નાગરીકને એવુ ચોકકસ લાગે છે કે કા આ લોકોનું ત્યાં ઉપજતુ નથી અથવા તો આ લોકોમાં પ્રદેશની નેતાગીરીને રસ નથી ગમે તેવા શીખરો સર કરવા માટે શ‚આત પહેલા પગથીયાથી જ કરવી પડે તેવું આ લોકો કદાચ ભુલી ગયા છે. આજે જુનાગઢ પોલીસથી માંડી કોઈ પણ વિભાગમાં સારા કર્મચારીઓ અને અધિકારીઓ લાવવામાં આ લોકો અત્યાર સુધી નિષ્ફળ નિવડયા છે અને જો સારો અધિકારી જુનાગઢમાં ભૂલે ચુકે ફરજ બજાવવા આવી ગયો તો એ સારી કામગીરી કરે તે આ લોકોને ગોઠતુ નથી વિભાગ ગમે તે હોય પોલીસ, મનપા, હોસ્પિટલ અથવા તો અન્ય વિભાગો સારા કર્મચારીને કામ ન કરવા દેવુ આ લોકોની ફીતરત હોય તેમ ભલામણો અને ધમકીઓનું એટલુ તો ભારણ વધારી દેવાય છે કે કર્મચારીઓ અને અધિકારીઓ મૂળ કામગીરી ભુલી બચવા બચાવાની વ્યસ્ત થઈ જાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.