માંગરોળનો સર ગામનાં  સરપંચને 6 શખ્સોએ ધોકા-પાઈપ વડે મારમાર્યો

“તું સરપંચ બની ગયો એટલે  પાવર આવી ગયેલ છેે,  તેમ કહીને માંગરોળના સર ગામના સરપંચ ઉપર 6 શખ્સોએ ઘાતકીી હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડીી દેેતા, ઇજાગ્રસ્ત સર ગામના સરપંચને જામનગર ખાતે સારવાર અર્થેેે ખસેડવામાં આવ્યાા છે. આ હુમલાના પગલે સર ગામમાં સનસનાટી મચીી જવાા પામી છે. શીલ પોલીસ આ અંગે ગુનો નોંધી આરોપીઓ સામેેે કાયદેસરની કાર્યવાહી હાાથ ધરી છે.

માંગરોળના સર ગામે રહેતા મસરીભાઈ કારાભાઈ ચૌહાણ, ભીખાભાઈ મંગાભાઈ ચૌહાણ, વેજાભાઈ ઉગાભાઈ ચૌહાણ, દીપક જેસાભાઈ ચૌહાણ, કારાભાઈ ચૌહાણ અને મુળુભાઇ ભીખાભાઈ ચૌહાણ નામના શખ્સોએ રાત્રિના સમયે તેમની બાજુમાં રહેતા સર ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ ચૌહાણ (ઉં.વ. 56) ના ઘરમાં ઘૂસીને ધમકી આપતા જણાવ્યું હતું કે, “તું સરપંચ બની ગયો એટલે  પાવર આવી  ગયો છે.  તેમ કહી 6 શખ્સોએ  લાકડી, કુહાડી અને પાઇપ વડે સરપંચ પર હુમલો કરી આડેધડ માર મારવા લાગ્યા હતા તે સમયે સરપંચની દીકરી મનિષાબેન અને નીતાબેન પોતાના પિતાને છોડાવવા જતાં તેમને પણ આ શખ્સોએ વાળ પકડીને માર માર્યો હતો.

ચાર શખ્સોના આ ઘાતકી હુમલામાં સરપંચ ને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા માંગરોળ અને ત્યારબાદ જૂનાગઢ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને વધુ સારવારની જરૂર જણાતા સર ગામના સરપંચને જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે.

આ ઘાતકી હુમલા અંગે સરપંચના પત્ની શાંતીબેન ચૌહાણે  તેના પતિ કાંતિભાઈ સરપંચ તરીકે ચૂંટાઇ આવતાં હુમલાખોરોને ગમ્યું ન હોય જે મામલે 6 શખ્સોએ હુમલો કર્યાની શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી 6 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.