અમદાવાદને વધુ ૧ર ની મંજુરી સાથે ૧૬ લિકર શોપ

રાજય સરકાર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહીત કરવાના હેતુથી સરકારીવિભાગ દ્વારા અમદાવાદ-૧૨ સહીત ૧૯ પ્રીમીયમ હોટલોને લીકર શોપના લાયસન્સ મંજુર કરવામાં આવ્યા છે. આ સાથે રાજયમાં કુલ લીકર શોપનો આંકડો ૭૭ પર પહોચ્યો છે. જાન્યુ. ૨૦૧૯માં યોજાનારા વાઇબ્રન્ટ સમીટ પહેલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવનાર છે.

રાજયના ટુરિઝન વિભાગના સેક્રેટરીના વડપણ હેટળની કમીટીએ ૨૦૧૪ બાદ ૧૯ નવી લિકર શોપ માટે મંજુરની મહોર મારતા ગૃહ વિભાગ દ્વારા હોટલોને લાયસન્સ આપવા ભલામણ કરી છે. કમીટીની બેઠકમાં અમુક હોટલોને ખાસ શરતો પર પરમીશન આપવાની સાથે બધી જ હોટલો જ પરમિશન આપવાનું નકકી કરવામાં આવ્યું.

દા‚બંધી શાળખા અને ગૃહ મંત્રાલય નવા લાયસન્સ આપવા માટે જરુરી કાર્યવાહી કરશે હોટલ સંચાલકોએ વાઇબ્રન્ટ સમીટ પહેલા લાયસન્સ મંજુરી માટે માંગ કરી હતી. ઉપરાંત રાજયમાં ૨૦૧૪માં લિકર શોપની સંખ્યા ૨૬ હતી જે ૨૦૧૮માં વધીને ૫૮ થઇ છે. અમદાવાદમાં પ લિકર શોપ હતા જે વધીને ૧૬ નો આંકડો થયો છે. સાપુતારામાં -ર, ભાવનગરમાં ર, જુનાગઢ ૧, ગાંધીનગર ૧ , અને મુન્દ્રાને ૧ લિકર શોપરની મંજુરી આપવામાં આવી છે. ભાવનગર અને જુનાગઢને નવી લિકર શોપ મળી છે. રાજકોટ, જામનગર અને ભરુચમાં અગાઉ નવા લાયસન્સ ઇસ્યુ કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.