રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૨.૨ ડિગ્રી ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોમાં હાશકારો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનું જોર ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં તાપમાનનો પારો સીંગલ ડિજિટમાં રહેવા પામ્યો હતો. રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતુ.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૨.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ શહેરમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જૂનાગઢનું લઘુતમ તાપમાન ૯.૯ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુક ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૪.૯ ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા જયારે પવનની સરેરાશ ઝડપ ૨.૯ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. મહતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.
અમરેલી સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતુ લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી સેલ્સીયસ નોધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. મહતમ તાપમાન ૩૧.૪ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું છે. સૌરાષ્ટ્રમા ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.