જૂનાગઢના સક્કરબાગ ઝૂ ના સિંહ પરિવારમાં 4 સભ્યોનો વધારો થવા પામ્યો છે. અહીં સક્કરબાગ ઝુ માં રહેતી ધારી નામની સિંહણે એકીસાથે ચાર બચ્ચાને જન્મ આપતાં સક્કરબાગ ઝૂમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.
જુનાગઢ સક્કરબાગ ઝૂમાં એશિયાટીક સિંહોનું બ્રિડિંગ સેન્ટર કાર્યરત છે. ત્યારે અહીં સક્કરબાગ ઝૂમાં રહેતી ધારી નામની સિંહણ ગર્ભવતી બની હતી અને આ સિંહણ એ એકી સાથે 4 બચ્ચાને જન્મ આપતા, હાલમાં ચારેય બચ્ચા તથા સિંહણની વેટરનરી તબીબ ટીમ દ્વારા પૂરતી સંભાળ લેવામાં આવી રહી છે, અને સીસીટીવી કેમેરા મારફતે નિરીક્ષણ થઈ રહ્યું છે. ત્યારે ચારેય બચ્ચા તથા માતા ધારી તંદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ધારી મૂળ સકરબાગ ઝુ માં જ જન્મી છે અને આકોલવાડી નામના સિંહથી ધારી ગર્ભવતી બનતા ધારીએ ચાર તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે.
આમ જૂનાગઢ સકરબાગ ઝુના સિંહ પરિવારમાં એકી સાથે 4 નવા મહેમાનોનું અવતરણ થતાં સકરબાગના અધિકારીઓ, કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. અને વેટનરી ટીમ દ્વારા ચારેય બચ્ચા તથા માતા ધારીની સંભાળ રાખવામાં આવી રહી છે.