છેલ્લા સાત વર્ષમાં બાયોટેક વિભાગના હિસાબનીશ અને પ્રોફેસર ૬૫ લાખ જુદી જુદી રીતે રૂપિયાની ઉઠાંતરી કરી હતી
જૂનાગઢ એસીબીએ એક સાથે ગુના નોંધી રેકોર્ડ તોડયો
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ આજ વિભાગના એસોસીએટ પ્રોફેસર સુનીલ પટેલ સામે ગઇકાલે જુનાગઢ એસીસીએ સાત જેટલા ગુનાઓ દાખલ કરતા યુનિ. કેમ્પસના વર્તુળમાં આ પ્રકરણ હાલ ચર્ચાનો માહોલ બનવા પામ્યું છે. ગુનો દાખલ કરાયેલ બે વ્યકિતઓ તો ફકત ચીભડાના ચોર ને ફાંસીની સજા થઇ હોય તેવું કેમ્પસના જાણકાર સૂત્રોમાં ચર્ચાઇ છે એસીબી સાત ગુનાનોંધી સંતોષમાની ઢોર પીટાવી રહી છે. પરંતુ ઉંડાણ પૂર્વકની તપાસ કેટલાયના તપેલા ચડાવી શકે છે તેનું યુનિવર્સિટીના જાણકાર સૂત્રોનું માનવું છે.
આ અંગે વધુ પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં કચેરી અધિક્ષક કમ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા ભાવિક હર્ષદભાઇ જોષી અને આજ વિભાગના એસોસિએટ પ્રોફેસર અને ડ્રોઇંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. સુનિલ વ્રજલાલ પટેલ વિરૂઘ્ધ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૭ સુધીમાં રૂ. ૩૫,૨૮,૫૭૪ ની ઉચાપત કર્યા અંગે જુનાગઢ એસઇબીમાં પી.આઇ. ડી.ડી. ચાવડાએ ફરીયાદ નોંધાવી છે. બન્ને સામે અલગ અલગ સાત ગુનામાં ફરીયાદ નોંધવામાં આવી છે. છેલ્લા સાત વર્ષ આ બન્ને શખ્સોએ ૬૫ વખત જુદી જુદી રીતે આ રકમ ઉપાડી હતી આ શખ્સો અહિં આવતા કરાર આધારીત વિઘાર્થીઓ વચ્ચેની નોકરી છોડી જતા રહેતા પરંતુ તેમની નોકરી ચાલુ બતાવી રૂપિયા લેતા હતા આ ઘટનામાં એસ.ઇ.બી.એ પ્રોફેસર ડો. સુનીલ પટેલ ની અટક કરી છે. એસઇબી ના ડાયરેકટર કેશવકુમારના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એસઇબીની ટીમે એક સાથે સાત ગુના નોંધી રેકર્ડ બનાવ્યો છે. જો કે આ મામલે યુનિ. ના આધારભૂત સૂત્રોના ચાલી રહી છે. કે જો આમા ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો એવો પણ એક રેકોર્ડ બની શકે છે કે જે રેકોર્ડ કોઇ તોડી ન શકે જાણકાર સૂત્રોના માનવા મુજબ જેને ગુનેગારો બનાવાયા છે. તે તો ફકત ચીભડાના ચોર છે આખો વાડી ગણી જનારા ઉંડાણપૂર્વક તપાસના અંતે બહાર આવી શકે તેમ છે આ મામલે વ્યાપીક તપાસ થાય તેવી ઇમાનદાર કર્મચારીઓમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.