જુનાગઢ કૃષિ યુનિ.માં ઓગસ્ટે વય મર્યાદાના કારણે નિવૃત થઈ રહેલ ડો.અમૃત પારખીયાની નિવૃતિના છેલ્લા દિવસોનો સમયગાળો કૃષિ યુનિ.એ જાણે દિપાવ્યો છે. તાજેતરમાં ઈનપુટ ડીલરોએ તેમનો ભવ્ય નિવૃતિ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં જુનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુલના સંતો પણ જોડાયા હતા.
આ અંગે વધુ વિગત અનુસાર ગત ૨૫ ઓગસ્ટના કૃષિ યુનિ. સાથે ડીપ્લોમાં સમકક્ષ કોર્ષ માટે સંકળાયેલા ઈનપુટ ડિલરો વિસ્તરણ શિક્ષણ નિયામક પારખીયાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેમના માટે ખુબ મોટો કહી શકાય તેવો વિદાય સન્માન સમારોહ આયોજીત કર્યો હતો.
કોઈ રાજકીય આગેવાન વગેરેનો સન્માન સમારોહમાં સ્વયંભુ માનવ મહેરામણ ઉમટયો હતો. કારકિર્દીની શરૂઆતના સંસ્મરણોને યાદ કરતા ડો.પારખીયાએ જણાવયું હતું કે, પૂ.જોગી સ્વામીની આજ્ઞાથી હું આ ક્ષેત્રમાં આવ્યો છું અને તેમના આશીર્વાદથી જ આટલા ઉંચા સ્થાને પહોંચ્યો છું. ગુરૂકુલના સંસ્કારો અને ગુરૂ સાથે વિતાવેલી પળોને યાદ કરતા ગદગદીત ભાવે તેમણે જણાવ્યું હતું કે, જીવન પર્યત મારે સમાજની સેવા કરવાની છે. આવી મારા ગુરુની આજ્ઞા છે.