મહાદેવ એન્ટરપ્રાઈઝ પેઢીના પ્રોપરાઈટર સાથે  મળી આચર્યું કૌભાંડ

 

જુનાગઢ કૃષી યુનિ. માં આઉટસોસીંગ એજન્સી મારફત ફરત બજાવતો ભેજાબાજ કારકુને બાજરીના ખોટા બિલ બનાવી, ખોટી સહીઓ કરી, મહાદેવ એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપરાયટર સાથે મળી, બિલની મોટી રકમ મેળવી, બાદમાં તે રકમ યુનિ.માં જમા કરાવી, અન્ય રૂ. 1,55,513 નુ ખોટુ બીલ બનાવી, જે ફાડી નાખી હોવાનું કૌભાંડ પોલિસ દફતરે નોંધાયું છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જુનાગઢની કૃષી યુનિવર્સિટીમાં કિટકશાસ્ત્ર વિભાગમાં આઉટસોસીંગ એજન્સી  સમર્થ સિકયુરિટી એન્ડ મેનપાવર સપ્લાય સર્વિસીઝ જુનાગઢ મારફતે કારકુન તરીકે ફરજ બજાવતા તથા ટીંબાવાડી ખાતે આવેલ ઉમાપતિ નગરમાં રહેતા રાજદિપસિંહ જાલમસંગ રાઠોડ એ ગુંદરી જુવાર ખીરીદીના ખોટા બીલો બનાવી તેમા લગત કર્મચારીઓ તથા અધિકારીઓની ખોટી સહીઓ કરી તેમનો સાચા તરીકે ઉપયોગ કરી, સરકારી રૂપીયા રૂ. 97,200 છળકપટથી મેળવી લઇ આરોપી ધવલ હસમુખલાલ પંડયાની મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના એકાઉન્ટમાં જમા કરાવી અને મહાદેવ એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપરાયટર ધવલ હસમુખલાલ પંડયાએ આરોપી રાજદિપસિંહ રાઠોડને પોતાની પેઢીનું બીલ આપી અને પોતાના એકાઉન્ટમાં રૂપીયા જમા કરાવવા દઇ તેમાંથી ઉપાડી આરોપી રાજદિપસિંહનેને આપી મદદગારી કરેલ.

બાદમાં તે રૂપીયા આરોપી રાજદિપસિંહ રાઠોડે પાછળથી જુનાગઢ કૃષી યુનિવર્સિટીમાં જમા કરાવી દઇ તેમજ અન્ય રૂ. 1,55,513 નુ ખોટુ બીલ બનાવી, જે ફાડી નાખી, બન્ને આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી હોવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો.મહેશ ફુલશંકર આચાર્ય એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પી.એસ.આઈ. જે.એમ.વાળા એ વધુ તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.