રાજકોટના વેપારીએ ૮પ ટન માલની ખરીદીકર્યા બાદ ચેક કરતા ભાંડો ફુટયો

ગુજરાતભરમાં મગફળીની ખરીદીમાં કૌભાંડગામ્યુ હતું  ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં માટી અને કાંકરા ભેળવી મોટુ કૌભાંડ આચરાયાનું પ્રકાશમાં આવ્યું હતું.તેવું જ કૌભાંડ તાજેતરમાં તુવેર દાળની ખરીદીમાં થયું હોય તેવો ધડાકો ૮૫ ટન તુવેરનીખરીદી કરનાર રાજકોટના વેપારી દ્વારા પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ટેકાનાભાવે તુવેરની થયેલ ખરીદી બાદ આ તુવેરમાંથી રાજકોટના વેપારીઓ ૮૫ ટન તુવેર ખરીદી હતીમાણાવદર ગોડાઉનને તુવેરની ડીલેવરી લેવા ગયેલા વેપારીએ માટી – કાંકરા અને હલકી ગુણવતાનો માલ જોતા તેણે ડીલીવરી લેવાની ના પાડી સારો માલ લેવા અથવા તો પૈસા રીફન્ડમાંગતા આખી ઘટના પ્રકાશમાં આવી છે. ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની માફકતુવેરની ખરીદી કરવાની નીતી પણ સરકારે નકકી કરી હતી જે મુજબ તુવેરની ખરીદી કરીનાફેડ દ્વારા માલને ગોડાઉનોમાં ભરવામાં આવ્યો હતો. બાદમાં વેપારીઓ પાસેથી પૈસા લઇતેઓની ડીલીવરી માટે વિવિધ ગોડાઉનને મોકલી દેવાયા હતા.

જેમાં રાજકોટના વેપારી દીપકભાઇ નથવાણીનેમાણાવદરના કુલ દિપ ગોડાઉનને રખાયેલા તુવેરનો જથ્થો ફાળવાયો હતો. પરંતુ દીલીપભાઇ આજથ્થો ભરવા પહોચ્યા ત્યારે તેમને તુવેરની બોરીઓમાં કાંકરા માટી અને અત્યંત નબળીગુણવતાની તુવેર જોવા મળી હતી. આથી તેમણે માલ ઉપાડવાની ના પાડી દીધી  અને નાફેડના અધિકારીઓનો સંપર્ક સાઘ્યો તોનાફેડના અધિકારીઓએ તેમણે આગામી મંગળવાર સુધીમાં સારો માલ આપવાઅથવાઅ પૈસા રીફંડ આપવાની ખાતરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.