ભારતભરમાં કોરોના કટોકટીના પગલે સોશિયલ ડિસ્ટન્સ અને લોક ડાઉન ને લઈને ધર્મસ્થાનો બંધ રાખવામાં આવ્યા હતા અને હવે સરકારે પાંચમા તબક્કાના અન લોક ૧ દરમિયાન આપેલી છૂટછાટને લઈને ૮ મી જુનથી ધાર્મિક જગ્યા એવી મસ્જિદો, દરગાહો, ગુરુદ્વારા, મંદિરો ખોલવાની પરવાનગી આપી છે, અને દેવ દર્શન, ઈબાદત શરૂ થઇ ગયા છે. ત્યારે વન અભ્યારણમાં આવેલી જૂનાગઢ જિલ્લાની સુપ્રસિદ્ધ જગ્યાઓ હજુ વન વિભાગની બેધારી નીતિના કારણે ભાવિકો માટે બંધ રહેવા પામી છે
જૂનાગઢના અભ્યારણ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ઉપલા દાતાર, ગીરની કનકાઈ માતાજીની જગ્યા, બાણેજ તીર્થ સ્થળ, જેવા અભ્યારણમાં આવેલા તીર્થ સ્થળોમાં ભાવિકોની વન તંત્ર હજુ સુધી પ્રવેશ બંધી યથાવત રાખી છે.
આ જગ્યાઓ ખોલવા માટે રાજ્ય સરકારના આઠ તારીખે ધર્મ સ્થાનોના લોક ખોલી દેવાના આદેશ છતાં વન તંત્ર પી.સી.સી.એફ. ની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.