- મનપા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ
- ગેરકાયદે પાર્ક કરેલ વાહનો દુર કરાયા
- કમિશનરની સૂચના અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરાઈ કાર્યવાહી
Junagadh : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરના ચિતાખાના ચોકથી કાઢવા ચોક સુધી રસ્તામાં આવતા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ કેબીન તેમજ ગેરકાયદે પાર્ક કરેલ વાહનો તેમજ ઓટલા તોડવાની કરાઈ રહી છે. શહેરના એમ.જી રોડ પર દબાણને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય જેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમિશનરની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ટ્રાફિક શાખાના PI વી.જે. સાવજ, PSI જાડેજા તેમજ દબાણ શાખાના અધિકારી સોંદરવા સહિતના કર્મચારીઓ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ અને દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. તેમજ ગેરકાયદે દબાણ કરનાર સામે દંડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરના ચિતાખાના ચોકથી કાઢવા ચોક સુધી રસ્તામાં આવતા દબાણો રેકડી કેબીન તેમજ આડેધડ પાર્ક કરેલ વાહનો દુકાનોના બહાર કાઢવામાં આવેલ ઓટલા તોડવાની કામગીરી આજે શરૂ કરાવી હતી.
આ દરમિયાન શહેરના એમ.જી રોડ ઉપર દરરોજ દબાણને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય ત્યારે કમિશનરની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ટ્રાફિક શાખાના PI વી.જે. સાવજ, PSI જાડેજા તેમજ દબાણ શાખાના અધિકારી સોંદરવા સહિતના કર્મચારીઓ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ અને દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં એમ.જી રોડ ઉપર દુકાનદારોએ દુકાનની બહાર જ ઓટલા બનાવ્યા હોય તેમ જ પાર્કિંગની જગ્યાએ જાળીઓ મુકેલ હોય તેને JCB મારફત દૂર કરવામાં આવી હતી. તેમ જ રસ્તામાં ટ્રાફિકને નડતર થાય તે રીતે પાર્ક કરેલ વાહન ચાલકોના વાહનો પણ હટાવવામાં આવ્યા હતા. તેમજ તેમાં દંડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાળવા ચોક ખાતે શક્તિ હોટલ, જલારામ ફરસાણ, ગણેશ કોલ્ડ્રીંક્સ સહિતના દુકાનદારોએ દબાણો કરેલ હોય તો દબાણો પણ JCB બાબત દૂર કરાયા હતા.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ