સરકાર દ્વારા થનાર સ્પોર્ટસ કોટાની ભરતીમાં ભરતી થવા ઇચ્છતા રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવેલ ખેલાડીઓ ભાગ લઇ શકશે.
ગુજરાત કે ભારત સરકારના વિવિધ વિભાગોમાં સ્પોર્ટસ કોટામાં ભરતી થવા ઇચ્છતા હોય એવા ખેલાડીઓ કે જે રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ હોય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત રમી ચૂક્યા હોય તેમજ ૧૮ થી ૩૦ વર્ષની વય ધરાવતા હોય તેવા ખેલાડીઓનો જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા બાયોડેટા બેઝ તૈયાર કરવામાં આવનાર છે. આ માટે ખેલાડીઓએ મો.નં. ૮૧૪૧૧ ૦૭૬૭૪ પર વ્હોટ્સએપ કરવાનું રહેશે. જેમાં નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, સરનામું, વ્હોટ્સએપ મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ, મળેલ પદકની વિગતો, કયા વર્ષમાં, કઈ રમતમાં, સિદ્ધિ, વિજેતા ક્રમાંક વગેરે બાબતો મોકલવાની રહેશે. આ બાયોડેટા ડિજિટલ ડેટા બેઝ જૂનાગઢ રમત ગમત કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે. જે રાજ્ય, કેન્દ્ર સરકારની સ્પોર્ટસ કોટાની ભરતી દરમિયાન ઉપયોગી બનશે.
વધુમાં ખેલાડીઓ માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ સ્પોર્ટસ પર્સન એપ્લોયમેંટ ગાઈડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર ઉભુ કરવામાં આવશે. જે સ્પોર્ટસ ક્વોટાની ભરતીઓ દરમિયાન ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ અંગે વધુ માહિતી માટે ખેલાડીઓએ જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સરદાર બાગ ખાતે રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.