ત્રણેય બાળકો સાથે માતાઘર છોડી બે દિવસથી ભટક્તા, 181ની ટિમની મદદ લેતા મહિલાને સખી વનસ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો.
જુનાગઢ સિટીમાં કાર્યરત 181 મહિલા હેલ્પ લાઇનમાં એક મહિલા દ્વારા ફોન આવેલ જેમાં જણાવેલ કે હું ઘર છોડી બે દિવસથી મારા ત્રણેય બાળકોને લઈ નીકળી આવેલ છે અને મારા પતિ મને તથા મારા બાળકોને મારી નાખવાની ધમકી આપતા હોય જેથી મારી મદદ કરો જેથી ફરજ પરના 181 ટીમના કાઉન્સેલર અરુણ કોલડિયા થતાં મહિલા પોલિસ ઉજાલાબેન ખાણીયા તથા પાયલોટ રાહુલભાઈ ખાવડું તુરંત ઘટના સ્થળ પર પહોચી મહિલાને સાત્વના આપેલ તથા મેન્ટલી સપોર્ટ આપી કાઉન્સેલિંગ કરેલ અને મહિલાને કાયદાકીય માર્ગદર્શન આપેલ.
જેમાં વધુ વાતચીત કરતાં જણાવેલ કે મહિલાએ અગાઉ તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ હોય અને બે દિવસથી ડરેલી હાલતમાં આમ તેમ ભટકતા હોય અને પિયરમાં જાય તો ત્યાં પણ પાછળ હેરાનગતિ કરવા આવતા હોય જેથી મહિલા ગભરયેલી હાલતમાં આમ તેમ ભટકતી હોય પછી થાકી ગયેલ હોય જેથી તેઓ 181માં ફોન કરી મદદ લીધેલ જેથી મહિલાને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર માહિતી આપી મહિલા તથા બાળકોને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય તથા સુરક્ષા માટે સોપેલ હોય અને આમ 181 ટીમ દ્વારા ત્રણ બાળકો અને તેમની માતાને મદદ આપેલ.