લગ્ન પહેલાંના દુષ્કર્મની બીક બતાવીને જુનાગઢના ભદ્ર વિસ્તારમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર શહેરના મધુરમ બાયપાસ અમૃત નગરમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતી એક 36 વર્ષીય મહિલા ઉપર તેના જ ઘરે આવતા જતા, એક શખ્સે લગ્ન પહેલા દુષ્કર્મ આચર્યું હતું, અને એ જૂની વાત ખોલી નાખવાની ધમકી આપી આ નરાધમ શખ્સે 9 વર્ષ બાદ મહિલા જ્યારે એકલી હતી ત્યારે ફરીથી એકલતાનો લાભ લઈને બળજબરી પૂર્વક બીજી વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જુનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતી એક યુવતીના સને 2015 માં રાજકોટના ગોંડલ રોડ ઉપર રહેતા એક યુવાન સાથે લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેનીને એક પાંચ વર્ષની દીકરી છે, જે યુવતી તેના પતિ સાથે ગત એપ્રિલ માસમાં તેના પતિ અને દીકરી સાથે તેના પિતાના ઘરે રહેવા આવ્યા હતા.

ત્યારે તેણીના પતિ કામકાજ માટે બહારગામ અને પિતા ઘરની બહાર જતા તેવા સમયે તેમના ઘરે આવતો જતો મૌલિક ગોવિંદભાઈ નામનો શખ્સ  આટો મારવા આવ્યો હતો. અને મહિલાને ઘરે એકલી જોઈને મૌલિકેના મનમાં વાસનાનો કીડો ફરી સળવળિયો હતો. અને તું ઘરે એકલી હોય ત્યારે મને બોલાવજે નહીંતર તારું જૂનું પ્રકરણ ખોલી નાખીશ તેવી ધમકી આપી ગયો હતો, આ શખ્સ ગત તા. 12 મે ના  રોજ મહિલા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે ઘરે ગયો હતો. અને મહિલાની એકલતાનો લાભ લઈને  જુની વાત વિશે ધમકાવી મહિલાની પાંચ વર્ષની દીકરીને ધક્કો મારીને મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

જો કે બાદમાં મહિલાએ હિંમત કરી તેના પતિને તમામ હકીકત જણાવતા મહિલા અને તેનો પતિ પરિવાર સાથે ઘરને તાળા મારીને તેના બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા, છતાંપણ આ નરાધમ શખ્સ  મહિલાનો પીછો ન મુકતા અંતે મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શખ્સ મૌલિક ગોવિંદ સામે ગુનહો દાખલ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.