આડા સંબંધની જાણ થતા મહિલા બદનામી કરશે તેવા ડરથી ઠંડા કલેજે હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો તો: હત્યારાની ઉનાથી ધરપકs

અબતક,

દર્શન જોશી, જુનાગઢ

આડા સંબંધની જાણ ના થાય તે માટે હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરી, જૂનાગઢની એકમ મહિલાનું કાર હડફેટે મોત નીપજાવનાર હત્યારાને જુનાગઢ એલસીબીએ ઉનાની એજન્સીના ગોડાઉનમાંથી દબોચી લીધો છે.

જુનાગઢના સુખનાથ ચોકમાં હસીનાબેન નામની એક મહિલાને એક ફોરવીલ ચાલકે હડફેટે લઈ મોત નીપજાવી, કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ હતી ત્યારે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ આદરી હતી. જે દરમિયાન સીસી ટીવી કેમેરાના ફૂટેજ દ્વારા અકસ્માત સર્જનાર નંબર વગરની સફેદ કલરની, કાળા કાચ વાળી કાર મહિલા હસીનાબેનનો પીછો કરીને આવતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. અને બાદમાં સુખનાથ ચોક વિસ્તારમાં એક ગલીમાં મહિલા પહોંચતા આ મહિલાને હડફેટે લઈ મોત નિપજાવી, આ કાર લઈને કાર ચાલક નાસી ગયો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું.

જે અંગે જૂનાગઢના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી. પીઆઇ. એચ.આઇ. ભાટી, પી.એસ.આઇ. ડી.જી. બડવા, ડી.એમ. જલું અને સ્ટાફ તથા એ ડિવિઝન પીએસઆઇ. એન.એ. શાહ, એ.કે. પરમાર અને સ્ટાફે નંબર પ્લેટ વગરની આ સફેદ કલરની કાર કોની છે.? તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન આ કાર શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં જ રહેતા આદિલખાન હનીફખાન પઠાણની હોવાનું સામે આવ્યું હતું. જે અંગે પોલીસે આદિલખાન પઠાણને પકડવા ઝગડો ગતિ કર્યા હતા. પરંતુ આદિલખાન હાલમાં તેમના માસી રોશનબેન પઠાણના ઘરે ઉના ખાતે હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ ઉના પહોંચી હતી. અને એક એજન્સીના ગોડાઉન માંથી આદિલખાન પઠાણ મળી આવતા તેને દબોચી લેવામાં આવ્યો હતો.

જો કે, આદિલ ખાન પઠાણ પ્રથમ તો ગુનાની કબુલાત કરતો ન હતો. બાદમાં પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોતાને આડા સંબંધ હતા જેની જાણ મરણ જનાર હસીનાબેનને થઈ ગઈ હતી. અને તે કોઈને જાણ કરી દેશે તો બદનામી થશે, તેનો ડર અને ખાર રાખી પોતાની જી જે 11 સીડી 8670 નંબરની કારમાં હસીનાબેનને અડફેટ તે લઈ મહિલાના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની ગુનાની કબુલાત કરી હતી.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢની મહિલાના હતિયારાને હાલ એ ડિવિઝન પોલીસ હવાલે રાખવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.