Junagadh :કારતક સુદ અગિયારસની મધરાતે 12 કલાકે ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ગિરનારની પરિક્રમાનો વિપિવત પારંભ કરાવ્યો હતો, અને સૌ સાધુ-સંતોએ જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે પરિક્રમાર્થીઓને આશીર્વાદ આપીને રવાના કર્યા હતા. તેમજ પરિક્રમામાં લાખો ભાવિભાવિકોએ ગતરાતે પ્રવેશ કર્યો હતો.

લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ

ગરવા ગિરનારની કિલોમીટરની લીલી પરિક્રમા ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં ચાલી રહી છે, ત્યારે પરિક્રમાના ત્રીજા દિવસે મોડી રાત સુધીમાં 6 લાખથી વધુ  ભાવિકોએ આગળ વધી રહ્યા છે, તો ત્રણેક લાખ ભાવિકોએ પુણ્ય બાંધીને આગળ ચાલી રહ્યા છે.

જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તેમજ જીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂ સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો

અનુસાર માહિતી મુજબ, હાલ ગિરનાર લીલી પરિક્રમા ચાલી રહી છે. તેમજ આ પરિક્રમા કરી પૂણ્ય બાંધવા બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. આ દરમિયાન અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે. એવામાં લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત પરિક્રમામાં પેટ્રોલિંગ દરમિયાન જીણાબાવાની મઢી નજીકથી બેગ ચેક કરતા દારૂના જથ્થા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પરિક્રમામાં દારૂ વેચવા આવ્યા હતા. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને કુલ 21,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.