-
ખાનગી બેન્કના કર્મચારીએ કર્યો આપઘાત
-
કામનું પ્રેસર હોવાથી આપઘાત કર્યો હોવાનું આવ્યું સામે
જૂનાગઢ સમાચાર
જૂનાગઢમાં ખાનગી બેન્કના કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે . બેંકમાં જ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું . સવારે સ્ટાફ બેંક આવતા મૃતદેહ લટકતો મળતા ચકચાર મચી હતી . પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી . મૃતક સિયારામ પ્રસાદ 50 વર્ષના હતા . પોલીસ તપાસમાં સ્યુસાઈટ નોટ મળી છે . સ્યુસાઇડ નોટમાં અનેક વિગતો મળી છે . ઉપલા અધિકારીઓ દ્વારા અનેક ખાતાઓ સોપાયા હતા અને કામનું પ્રેસર હોવાથી આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું હતું . પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે .