જુનાગઢ 181 મહિલા હેલ્પ લાઇને ત્રણ દિવસથી ભટકતી તરૂણીને સહી સલામત તેના પિતા પાસે મીલન કરાવ્યું છે જૂનાગઢ 181 મહિલા હેલ્પલાઈનમાં ગત 21/3 ના રોજ રાાત્રે પોોણા અગિયાર વાગયાની આસપાસ કોઈ જાગૃત નાગરિકે ફોન કરીને જણાવ્યું કે, કોઈ નાની વયની દિકરીને તમારી મદદની જરૂર હોય તેથી જૂનાગઢ 181 ટીમના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી અને કોન્સ્ટેબલ ઉજાલાબેન ખાણીયા સહિત સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો.
દરમિયાન 181 ની ટીમ લોકેશન પર પહોંચતા ત્યાં રહેલી તરુણી ગભરાઈ ગયેલી હાલતમાં હતી, તેથી તેમને આશ્વાસન આપી અને શાંતિપૂર્વક બેસાડી તેણીનું કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું હતું કે, તે ભાવનગર પંથકની 16 વર્ષની તરુણ વયની બાળકી કોઈ યુવકને પ્રેમ કરતી હતી.
જેની જાણ તેમના પિતાને થતાં પિતાએ દીકરીનો અભ્યાસ બંધ કરીને ઘરકામની જવાબદારી સોંપવામાં આવી પરંતુ તેણીએ પોતાના માતા પિતાના પ્રેમને ભુલી તે યુવક સાથે લગ્ન કરી સાથે રહેવાનો નિર્ણય કર્યો ને ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલ.
ઘરેથી નીકળી ગયા બાદ તરૂણીએ યુવકને ફોન કરીને જણાવ્યું કે, હું ભાવનગર બસ સ્ટેન્ડ પર છુ, ત્યારે તે યુવકે ફોન પર જ લગ્ન કરવાની ના પાડી ને ફોન બંધ કરી દીધો તેથી તે ખૂબ જ ગભરાઇ ગય ને પાછી ઘરે જાય તો તેના પિતા તેને મારી નાખવાના છે એવા ડરથી તે બસમાં બેસી ને ત્રણ દિવસથી ભટકતી રહી નેે અનેે બાદમાં જૂનાગઢ પહોંચી ગઈ તેની પાસે પૈસા પણ પુર્ણ થઈ ગયા હતા ને આગળ જવા માટે કોઈ રસ્તો પણ ના હતો તેથી આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.
તરુણોની પ્રેમ ઘેલછા અને વગર વિચારે ઉઠાવેલ પગ બાદ મુસીબતમાં સપડાયા પછી મોત સિવાય કોઈ માર્ગ સૂઝતો ન હતો તેવી આ તરુણીને 181 કાઉન્સેલર દ્વારા આશ્વાસન આપી સમજાવી ને આત્મહત્યાના વિચારથી મુક્ત કરી તેમના પિતાને જાણ કરી કે, તમારી દીકરી અમારી પાસે સહી સલામત છે, તેમના પિતાનુ ફોન પર કાઉન્સેલીંગ કર્યું ને સમજાવ્યા તેથી તેમના પિતા તેમની દીકરી લેવા માટે રવાના થયા હતા.
તે દરમિયાન તરુણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવી, દશ કલાક બાદ પુત્રીનુ પિતા સાથે મિલન કરાવ્યું હતુ. આમ જુનાગઢ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.