માતા નવડાવે નહીં તે માટે કારમાં છુપાઈ ગયેલ એક પાંચ વર્ષીય બાળકનું ગરમી અને ગુંગરામણના કારણે મોત થતા પરપ્રાંતીય મજૂર પરિવાર ઘેરા શોકમાં ડૂબ્યો હતો.

જુનાગઢ જીઆઇડીસી-2 માં આવેલ એક કારખાનામાં રહી મજૂરીકામ કરતા એક ઉતરપ્રદેશના એક પરિવારના 5 વર્ષના બાળક આદિત્યને તેની માતા નવડાવતી હોય અને તે દરમીયાન આ આદિત્યને નાહવું ન હોય. જેથી છુપાવા માટે તેની  સામે આવેલ કારખાનામાં રહેલ ફોરવીલમાં દરવાજો ખોલી છુપાતા, અને બાદમાં કારનો દરવાજો ખોલતા ન આવડતા, બાળકની કારની અંદર ગરમી તથા ગુંગળામણના કારણે હાલત ગંભીર થઈ ગઈ હતી, અને તેને સારવાર માટે હોસ્પટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમીયાન બાળક આદિત્યનું મૃત્યુ થતાં પરપ્રાંતીય પરીવાર ઘેરા શોકમાં ડૂબ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.