ગાંધીગ્રામ પોલીસે રાજકોટમાં પિયર ધરાવતી પત્ની અને મોરબીના મિત્ર વિરૂદ્ધ ગુનો નોંધ્યો
લગ્ન બાદ સતત કોઈને ફોન અને વિડિયો કોલ કરતી હતી
અબતક,રાજકોટ
જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ વર્ધમાન નગરમાં રહેતા કારખાનેદારે તેની રાજકોટમાં રહેતી પત્ની અને તેની પત્નીના મોરબીના પુરુષ મિત્ર વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં રૂ.8.75 લાખની મતાની ચોરી કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેની પત્ની તેના ઘરેથી રોકડા રૂપિયા સહિત અનેક ઘરનો સામાન લઈ તેની પુત્રીને લઈ તેના પુરુષ મિત્ર સાથે તેની પુત્રી સાથે પલાયન થઇ જતાં પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.
બનાવ અંગેની વિગતો અનુસાર જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ વર્ધમાન નગરમાં રહેતા અને દોલતપરા જીઆઇડીસી માં ફેકટરી ધરાવતા જયદીપભાઇ જયેશભાઈ ગદા (ઉ. વ.32) એ ફરિયાદમાં આરોપીના તેની જ પત્ની કોમલ તેની પત્નીના પુરુષ મિત અમિત ઈશ્વર મકાસના ના નામ આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, તેના લગ્ન આઠેક વર્ષ પહેલા રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના લોટસ ગાર્ડન સીટીમાં રહેતા હર્ષદભાઈ જેરામભાઈ કોટકની પુત્રી કોમલ સાથે થયા હતા. તેમનાલગ્નજીવન દરમ્યાન પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જે હાલ પાંચ વર્ષની છે. તેણે પત્ની અને પુત્રીને તમામ સુખ સગવડ, સુવિધાઓ આપી પુરતી કાળજી લીધી હતી. પરંતુ પત્નીનું વાણી વર્તન ન સમજી શકાય તેવું રહેતું હતું.લગ્નજીવન માટે પણ તે કોઈ ખાસ રસ દાખવતી ન હતી. એટલુ જ નહી સતત મોબાઈલમાં વાતચીત અને વિડીયો કોલ કરતી હતી. તેને આ પ્રકારના વર્તનને કારણે અવાર-નવાર શંકા જતી હતી. પત્ની અમિત નામના કોઈ યુવક સાથે સંપર્કમાં હોય તેમ તેને જણાયું હતું.
ગઈ તા.4 ના રોજ તે ફેકટરીએ હતો ત્યારે પત્નીને કોલ કરી રાજકોટ પિયર જવાની વાત કરી હતી. જેથી તેણે પિતાને ઘરે સમજાવવા માટે મોકલ્યા હતા. પિતાએ તેની પત્નીને ઘણી સમજાવી પરંતુ પત્નીએ જીદ કરતા આખરે તેને રાજકોટ મોકલવા તૈયાર થયા હતા. એટલુ જ નહી તે પત્ની અને પુત્રીને ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુકવા પણ ગયો હતો. આ વખતે તેની પત્ની પાસે ઘણી મોટી બેગ હતી. જેથી મોટી બેગનું કારણ પુછતા પોતાના અને પુત્રીના કપડા ઉપરાંત રમકડા હોવાનું બહાનું બતાવ્યું હતું.
ગઈ તા.6 ના રોજ તે માતાના 36 તોલા આસપાસના દાગીનાને રીપેરીંગ અને તેમાં સુધારા કરાવવા માટે રાજકોટ આવ્યો હતો. સાંજે પત્ની સાથે ડો.યાજ્ઞિક રોડ પરના શોરૂમમાં જવા રવાના થયો ત્યારે સસરાના ઘર નીચે અમિત હાજર હતો. જેની ઓળખાણ અગાઉ તેની પત્નીએ પોતાની બહેનપણી ગાયત્રીના પતિ તરીકે કરાવી હોવાથી તેને ઓળખતો હતો. ત્યારે અમિત પણ તેમની સાથે શો રૂમેઆવ્યો હતો.જો કે શોરૂમ બંધ થઈ જતા અને બીજા દિવસે રવિવાર હોવાથી તે સસરાના ઘરે રોકાઈ જુનાગઢ જતો રહ્યો હતો. જુનાગઢમાં કારમાં દાગીનાનું પાઉચ નહી દેખાતા પત્નીને કોલ કરતા તેણે દાગીના પોતે લઈ લીધાનું અને જુનાગઢ આવશે ત્યારે લઈ આવશે તેમ કહ્યું હતું.
બાદમાં ગઈ તા.8 ના રોજ સસરા હર્ષદભાઈએ તેને કોલ કરી કહ્યું કે ગઈકાલે સાંજે તેની પુત્રી પાંચ વર્ષની દોહીત્રીને લઈ અમિતની કારમાં જતી રહી છે. ગઈકાલ સુધી પુત્રીનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તેની સાથે સંપર્કમાં હતા. પરંતુ ગઈકાલ રાતથી સંપર્ક થતો નથી. તે રીતે અમિતનો પણ સંપર્ક થતો નથી.
જેથી તેણે રાજકોટ આવી પત્ની અને પુત્રી ગુમ થયાની પોલીસમાં જાહેરાત કરી હતી. અમિતની પત્ની ગાયત્રીએ પણ તેને કોલ કરી તેનો પતિ તેની પત્ની કોમલ સાથે ભાગી ગયાનું કહ્યું હતું. જેથી તેને ગાંધીગ્રામ પોલીસમાં તેની પત્ની અને અમિત વિરૂદ્ધ રૂ.8.75 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.