મેંદરડાની ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા એક તબીબે પોતાની ક્લિનીકમાં લાયબ્રેરી શરૂ કરી છે. જેમાં ધાર્મિક, સાહિત્ય, બાળકોને લગતા તેમજ સારા લેખકોના આશરે ૪૦૦ જેટલા પુસ્તકોનો સંગ્રહ છે.
મેંદરડામાં ખાનગી ક્લિનીક ધરાવતા દાંતના ડોક્ટર રાહુલભાઇ ગજેરા (ઉ.વ.૩૧) પોતે વાંચનનો શોખ ધરાવે છે. તેથી પુસ્તકો લોકો સુધી પહોંચે તેમજ આજના સમયમાં વાંચનની વિસરાતી જતી ટેવને જીવંત રાખવાનો પ્રયાસ કરતા તેમણે પોતાની ખાનગી ક્લિનીકમાં ઓછી જગ્યા હોવા છત્તાં વ્યવસ્થિત રીતે પુસ્તકો ગોઠવી કોઇપણ વ્યક્તિને વાંચવા માટે વિનામૂલ્યે મળી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. જે વ્યક્તિ પુસ્તક લઇ જાય તેની રજીસ્ટરમાં એન્ટ્રિ કરી ૨૧ મા દિવસે પરત આપી જવાનું હોય છે. જે લોકો પાસે માહિતીથી સભર પુસ્તક હોય અને તે દાનમાં આપવા ઇચ્છતા હોય તેઓના પુસ્તકો પણ આ લાયબ્રેરીમાં સ્વિકારવામાં આવે છે.
આ અંગે ડોક્ટર રાહુલ ગજેરા ના જણાવ્યા અનુસાર તેઓ વાંચનનો શોખ ધરાવે છે, અને આજના સમયમાં વાંચનની વિસરતી જતી ટેવને જીવંત રાખવાનો આ તેમના દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અને તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સાથોસાથ જે લોકો પાસે માહિતીથી સભર પુસ્તકો હોય અને તે દાનમાં આપવા ઇચ્છતા હોય તેઓના પુસ્તકો પણ આ લાઇબ્રેરીમાં સ્વીકારવામાં આવશે તેમ જણાવ્યું છે.