ચાર કાવતરાખોર સામે ફરિયાદ દાખલ
જુનાગઢમાં ગ્રાહકોએ કોમ્પલેક્ષની ૪ માળ ખરીદવા માટે ૫૦ લાખ ટોકન પેટે આપ્યા હતા. જોકે બાદમાં મિલકત પર થર્ડ પાર્ટી મોરગેજ લોન પાસ કરાવી ૫ કરોડ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી ઉપાડી લીધા હતા. જે રૂપિયા બેંકમાં ન ભરતા બેંક કોમ્પલેક્ષની મિલકત હરરાજી મુકી દેતા સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢના મેસર્સ બાબા ક્ધટ્રકશન નામે ભાગીદારી પેઢી ધરાવતા મનોજભાઈ નરોતમભાઈ પરમારે ઝાંઝરડા રોડ પર ક્રિસ્ટલ કોમ્પલેક્ષ નામનું બિલ્ડીંગ ઉભુ કર્યું હતું. જે મિલકતના પહેલા માળનો અડધો ભાગ અને બીજાથી ચોથા માળનું વેચાણ કરવા માટે ગોલ્ડ નામની ભાગીદારી પેઢીના પાર્વતીબેન શ્યામભાઈ પાટડીયા, મીનાક્ષીબેન ભાવેશભાઈ પાટડીયા, વિનોદરાય નારણદાસ પાટડીયા સાથે મૌખિક સોદો કરવામાં આવ્યો હતો. જોકે મનોજભાઈને વિશ્વાસ લેવા આ ચારેય ૫૦ લાખ આરટીજીએસ કરી આપ્યા હતા. બાદમાં ક્રિસ્ટલની મિલકત થર્ડ પાર્ટી મોર્ગેજ તરીકે ચુકાવી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન પેટે પાંચ કરોડ ઉપાડી લીધા હતા.જોકે આ લોન મળી ગયા બાદ પણ બે વર્ષ સુધી આ ચારેયે દસ્તાવેજ કરવાના વાયદા જ આપ્યા હતા અને પાંચ કરોડ વાપરી નાખી લોન ન ભરતા બેંકે રૂપિયા વસુલવા માટે કોમ્પલેક્ષની મિલકત હરરાજીમાં મુકી દીધી હતી. આ સમગ્ર કાવતરામાં બિલ્ડરે બેંકના અધિકારી પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો છે. બિલ્ડરે બે વર્ષ દરમિયાન બેંક મેનેજર સહિત આ ચારેય કાવતરા ખોરોને નોટીસો પાઠવી હતી પરંતુ એક પણ નોટીસનો જવાબ આપવામાં આવ્યો નથી. હાલ આ અંગે બિલ્ડરે જુનાગઢ કોર્ટમાં ચારેય કાવતરાખોર સામે ફરિયાદ નોંધાવી છે