- ઇકોમાં 9.982 કિલોગ્રામ ગાંજો લઈને આવતાં અમરેલીના 4 શખ્સો ઝડપાયા
- 2,22,200નો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ ન્યૂઝ : જૂનાગઢમાં ઇકોમાં 9.982 કિલોગ્રામ ગાંજો લઈને આવતાં અમરેલીના 4 શખ્સોને એ ડિવિઝન પોલીસે મોડી રાત્રે 2,22,200નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઇકો ગાડીમાં કેટલાક શખ્સો અમરેલીથી ગાંજો લઈને આવતાં હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ વી. જે. સાવજ અને ડિસ્ટર્બના પીએસઆઇ ઓ. આઇ. સીદી સહિતના પોલીસ સ્ટાફે જૂનાગઢમાં બીલખા રોડ થી ગિરનાર દરવાજા સુધી મોડી રાત્રે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી ગિરનાર રોડ પર આવેલ ફાયર સ્ટેશન પાસેથી પસાર થતાં પીએસઆઇ સીદી રોકીને ઇકો ગાડીની તલાસી લેતા તેમાંથી 9 કિલો 982 ગ્રામ ગાંજાના પાંચ પાર્સલ મળી આવતા અમરેલીના ફેઝાન હારૂન શેખ, ઇલિયાસ ઉર્ફે ઈલુ હારુ માંડલિયા, આદિલ રહીમ પટાયા અને ઉંમર મહમદ કાલવાની ધરપકડ કરી ગાંજો તેમજ મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ રૂપિયા 2,22,200નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચિરાગ રાજ્યગુરુ