જૂનાગઢ ન્યુઝ : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેદરડા તાલુકાના લીલવા તથા પાટરામા ગામના સીમાડેથી વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયરના ટીન સહિત કુલ 3766 બોટલ ઝડપી લીધી હતી. પોલીસે કુલ રૂ. 15.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરિયાદ નોંધી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ સહિતના સ્ટાફે ચોકકસ હકિકત મળેલ કે વંથલી તાલુકાના સોનારડી ગામનો અનવર આમદ પલેજા તથા મેંદરડા તાલુકાના લીલવા ગામનો ઇલ્યાસ શરીફ સાંધ એમ બંને ભાગીદારીમાં બહા૨ના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરે છે.
આ બંને ઇસમોએ બહા૨ના રાજ્યમાંથી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી મેંદરડા તાલુકાના લીલવા તથા પાટરામા ગામના સીમાડે કટીંગ ક૨વાના છે. જે હકીકતના આધારે મેંદરડા તાલુકાના લીલવા, પાટરામા ગામના સીમાડે એક વાહનમાંથી બીજા વાહનમાં હેરાફેરી રેઇડ કરતા ઇસમો પોલીસ સ્ટાફ જોઈ જતા વાહનો મુકીને નાશી ગયા હતા. જે વાહનો જોતા ટાટા 407 તથા ટ્રેકટર અને એક બુલેટ મળી આવેલ છે. ટ્રેઈલરમાં નીચે સુકો ભુકો તથા પુઠાની પેટીઓ અને બિયરના છુટા ટીન તેમજ ટાટા 407માં ના ઠાઠામાં પણ સુકો ભુકો તથા સફેદ કલરના બાચકાઓ અને પુઠાની પેટીઓ જોવા મળી હતી.
પોલીસે દારૂની બોટલો, બિયરના ટીન અને વાહન સહિત કુલ રૂપિયા રૂ. 15.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી અનવર આમદ પલેજા અને ઇલ્યાસ શરીફ સાંધને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા ડ્રા.પો.કો. જયેશભાઈ બામણીયા વગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
ચિરાગ રાજ્યગુરુ