રાહુલ ગાંધીનું સંસદમાંથી સભ્યતા રદ કરવાના વિરોધમાં
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું સંસદમાંથી સભ્યતા રદ કરવાના વિરોધમાં રવિવારે જૂનાગઢમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાય તે પૂર્વે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા સહિતના 25 જેટલા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
જૂનાગઢમાં ગઈકાલે સવારે 10:30 વાગ્યે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભામાં સંસદ પદ રદ થતાં ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તે સ્થળે ધરણા કરવાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસી કાર્યકરો ધરણા કરે તે પૂર્વે પોલીસે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, કોંગ્રેસ મહામંત્રી વી.ટી. સિડા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરતસિંહ ભલગરીયા તેમજ પ્રદેશના ડેલિગેટ એન.એસ.યુ.આઇ.નાં કાર્યકર સહિતના 25 જેટલા આગેવાનોની અટકાયત કરી હતી.