- મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડાએ કરી આત્મ-હત્યા
- આત્મ-હત્યા પહેલા બનાવ્યો વિડીઓ
- સિવિલ હોસ્પિટલમાં PM અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢ: મધુરમ વિસ્તારમાં માતા પિતા અને ભાઈ સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડાએ પોતાના જ ઘરના રસોડામાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાય આ*ત્મહ*ત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લક્ષ્મીના મૃતદેહને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી આ*ત્મહ*ત્યા મામલે તપાસ હાથ ધરી છે.
આજકાલ દિવસેને દિવસે આ*ત્મહ*ત્યાના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં માતા પિતા અને ભાઈ સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની દીકરીએ પોતાના જ ઘરના રસોડામાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાય આ*ત્મહ*ત્યા કરી લેતા મજૂરી કામ કરતા અને પરિવાર સાથે રહેતાના વેગડા પરિવાર પર આભ ફાટ્યું છે. 20 વર્ષીય લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં મમ્મી પપ્પા અને ભાઈ,સાથે લક્ષ્મી રહેતી હતી. ત્યારે આ લક્ષ્મી વેગડા નામની દીકરીએ મરતા પહેલા જિંદગીનો છેલ્લો વિડીયો બનાવ્યો હતો. જેમાં ભીની આંખે આંસુડા ની ધારે કહ્યું હતું કે મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે,નાના નાની મને મમ્મી પપ્પા ખૂબ સારા મળ્યા છે પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદર અંદર જ ઘૂંટાઉ છું હું આ પગલું મારી જાતે ભરું છું ત્યારે આ શબ્દો સાંભળતા ની સાથે જ ભલભલાના કાળજા કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વિડીયો બનાવી લક્ષ્મી વેગડાએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. પોતાની દીકરીએ આ*ત્મહ*ત્યા કર્યાની જાણ થતા પરિવાર તેમ જ આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.લક્ષ્મી વેગડાનો મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યો હતો.દીકરીના આપઘાત થી પરિવાર પર આભ ફાટ્યું છે ત્યારે લક્ષ્મીની માતા હૈયા ફાટ રુદન કરતા કહેતી હતી કે દીકરી તું પાછી આવી જા, પોલીસે મૃતદેહને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી આ*ત્મહ*ત્યા મામલે તપાસ હાથ ધરી છે.
20 વર્ષીય લક્ષ્મી વેગડાએ મરતા પહેલા વિડીયો બનાવ્યો અને વીડિયોમાં કહ્યું કે મમ્મી તને પણ ખબર છે મારે ઘણી પ્રોબ્લેમ છે હું પાણી પણ નથી શકતી, મારા પગ પર ક્યારેય ઊભી થઈ શકી નહીં,આવી રીતે ક્યાંક મને કોઈ પાત્ર મળી ગયું તો મારે પણ તારી જેમ હેરાન થવું પડશે. એટલે હું અત્યારે આવી રીતે કરું છું. એટલે આખી જિંદગી મારે કોઈ ઉપાદી જ નહીં મારે, હું દુઃખ નહીં જોઈ શકું હું અત્યારે પણ નથી જોઈ શકતી. હું કેટલી નબળી પડું છું બધામાં, મને ક્યારેક ક્યારેક ડર લાગે છે, કે શું થશે મારું ? મમ્મી તું ભાવિન ભેગી રહેજે અને ભાવિન તું મમ્મીનું સારી રીતે ધ્યાન રાખજે, મમ્મી તારા માટે જ જીવે છે. અને આપણે બંને એ કેટલું બધું કર્યું તે તને ખબર જ છે. રામભાઈ કેવા સારા છે તે તને બેન સમજે છે તેને કેટલો કોઈએ સાથ દીધો નથી. આપણું ઘર બાંધવા માટે આપણને કેટલા સમજાવ્યા, રામભાઈ સારા છે એટલે મમ્મી તું દુઃખી ન થતી. હું જે કરું છું એ મારા માટે કરું છું, કાલ સવારે તમને કોઈ હેરાન ન કરે, હું ઘણી નબળી છું મને ખુદને એમ થાય છે કે નથી હું આગળ ભણી શકતી, હું ખોટી હેરાન થાય માટે આ બધું કરું છું, અને ભાવિન તમે મમ્મીને સારી રીતે સાચવજો એ તમારો સહારો છે, એ નહીંતર તૂટી જશે મારા ગયા પછી. તું મમ્મીનું ધ્યાન સારી રીતે રાખજે ભાવિન તું મારો ભાઈ છો સમજુ છું. તમારે બે માટે અમે કેટલું કર્યું. અને નાના-નાની મને મમ્મી પપ્પા પણ સારા મળ્યા, પણ મારો બાપ મને વગોવામાં જ છે
એટલે આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું, કોઈ કાલ સવારે તમને કંઈ પણ કંઈ ન શકે, હું અંદર ને અંદર ઘૂંટું છું હું સાવ, મને કંઈક થાય છે હું શું કરું એટલે મેં આ રસ્તો લીધો છે, મેં કાંઈ ગલત કદમ નથી લીધો, મમ્મી તું તારું ધ્યાન રાખજે સારી રીતે, ભાવિન તું પણ સરખી રીતે તારું ધ્યાન રાખજે, અને મમ્મીને પણ સરખી અને સારી રીતે સાચવજે, અને મમ્મી તું કંઈ ઉપાદી ન કરતી,
મમ્મી તું હવે આરામથી જિંદગી જીવજે. ભાવિન હવે મમ્મી બિચારાથી કામ નથી થઈ શકતું તું ના કરાવતો , હું દીકરો બની હોત , મમ્મી તું તારું ધ્યાન રાખજે અને મમ્મી હું તારી પાસે જ હશું એવું મહેસુસ કરજે..