જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચોકી નજીકથી એક ટ્રકમાં અખાદ્ય ઘઉંની પાછળ છુપાયેલ ૧૩૨ વિદેશી દારૂ સાથે દારૂની ખેપ કરનારા બે શખ્સોને પકડી પાડતાં બુટલેગરોમાં ફફડાટ અને પોલીસ બેડામાં ચહલ પહલ મચી જવા પામી છે.
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ વધતા જતા દારૂ-જુગારના ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ પીઆઇ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે.રામાણી, એ.એસ.આઇ એસ.એમ.દેવરે, પો.હેડ.કોન્સ ગીરૂભા વાઘેલા, જેન્તીભાઇ મેતા, પો.કોન્સ. ભરતભાઇ ચાવડા, ભુમિતભાઇ બારોટ, પ્રવિણસિંહ મોરી, ભુપતસિંહ સિસોદીયા, ગીગાભાઇ કાગડા, હાર્દિકભાઇ ગાજીપરાને ખાનગીરાહે બાતમી મળેલ કે, જુનાગઢ ના દોલતપરા રામદેવપરામાં રહેતા અમીનમીયા મહમદમીયા મટારી તેના ટ્રક નં. જીજે ૩ એટી ૩૧૯૮ માં ડ્રાઇવર આસીફ મેમણ તથા તેની સાથે બીજા એક ડ્રાઇવર ભારતીય બનાવટનો ઇગ્લીશ દારુ રાજકોટ હાઇવે ઉપરથી જુનાગઢ આવવાનો છે.
જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ટીમ તાત્કાલિક ચોકી (સોરઠ) ખાતેે પહોંચી હતી અને બાતમી વાળા નંબરનો ટ્રક રાજકોટ બાજુથી આવતો હોય, જે ટ્રક રોકાવી ચેક કરતા અખાધ્ય જેવા ધંઉને નીચે જોતા મેક્ડોલ નં. ૧ લકઝરી રીઝર્વ વીસ્કી પેટી-૧૩૨, બોટલ નંગ-૧૫૮૪, કિં.રૂ ૬,૩૩,૬૦૦ નો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તથા ટ્રક-૧, મો.ફોન.-૩, રોકડ રૂ.૯૩૦ એમ કુલ મુદામાલ રૂ. ૧૩,૪૫,૦૩૦ નો કબજે કરી જે અંગે જુનાગઢ તાલુકા પોલીસમાં પ્રોહીબીશન અંગે ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.