ગેંગવોરમાં ઉપયોગમાં લેવાયેલુ એકપણ હથિયાર પોલીસના હાથમાં ન આવ્યુ

જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં ગત ર ઓકટોબરના રાત્રીના સુમારે બે જુથો વચ્ચે અનેક કારણોની ચર્ચા સાથે ધાણીફુટ ફાયરીંગો થયા હતા આ ઘટનાના પગલે પોલીસે તાત્કાલીક અસરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દીધો હતો બંને પક્ષોની સામ સામી ફરીયાદો બાદ પોલીસે ધરપકડનો દોર શરુ કર્યો હતો. ગઇકાલે આ ઘટનામાં સામેલ ૧૦ જેટલા આરોપીની ધરપકડ પોલીસેકરી હતી પરંતુ ધાણીફુટ ફાયરીંગની આ ઘટનામાં હજુ સુધી પોલીસના હાથમાં એકપણ હથીયાર આવ્યું ન હોવાના અહેવાલો આધારભૂત સૂત્રોમાંથી મળી રહ્યા છે.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાઢના સુખનાથ ચોકના બ્લોચવાડામાં મંગળવારની રાત્રે થયેલ ગેંગવોરમાં પ પિસ્તોલ, બે ૩૧૫ બોરના જોટા અને એક ૧ર બોરના જોટામાંથી આડેધડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં પ ઘાયલોમાંથી ૪ને સીવીલમાં દાખલ થયા હતા આ મામલે એક પણે પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી જયારે તેના બીજા દિવસે બીજા પક્ષે કોંગી કોર્પોરેટર સહીત ટીમ સાથે આડેધડ ફાયરીંગનો ગુનો નોંધાવ્યો હતો ઘટનાની ગંભીરતાને લઇ મંગળવાર બ્લોચવાડા વિસ્તારમાં જયાં સુધી છમકલુ થવાની શકયતાઓ દુર ન થઇ જાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત રાખવાનો નિર્ણય કયો છે. ત્યારે આ મામલે તપાસ ચલાવનાર એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકરટ એમ.એ.વાળાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં બંને ગેંગના કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસમા ફાયરીંગ કરનાર એકપણ આરોપીને ૩ દિવસ બાદ પણ હથીયાર સાથે પકડી શકી નથી અને ફાયરીંગની ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલા એકપણ હથીયાર પોલીસના હાથે લાગ્યા નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.