૯૯.૬૦ ટકા સ્કોર મેળવી જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
જામનગર જીલ્લાનાં વંથલી ગામે આવેલ પ્રા.આ.કે.એ.ભારત સરકારના નરેન્દ્રમોદી સ્વચ્છ ભારત મિશન અન્વયે ગત ૨જી ઓકટોબરે જાહેર કરેલ સ્વચ્છતા એવોર્ડમાં સમગ્ર ગુજરાત રાજયમાં ૯૯.૬૦% સ્કોર મેળવી બીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સતત છેલ્લા ૪ વર્ષથી કાયાકલ્પ એવોર્ડ મેળવી જામનગર જીલ્લાનું ગૌરવ વધારેલ છે. આ એવોર્ડ માટે ત્રીસ્તરીય પધ્ધતિથી માર્કીંગ કરી છેલ્લા તબકકાનાં માર્કસ ઉપર ઓનલાઈન સ્કોર નાખવામાં આવે છે. અને આ ત્રણેય તબકકામાં ખૂબજ સારા માર્કસ સાથે અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે. આ આરોગ્ય કેન્દ્રની શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાવિકાસ અધિકારી તથા મુખ્ય જીલલા આરોગ્ય અધિકારીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે. અને જામવંથલીના મેડીકલ ઓફીસર એ.પી.એચ.સી.ના તમામ સ્ટાફ મિત્રો તથા વ્હાલા દર્દીઓએ આપેલા સાથ સહકાર બદલ ખૂબ ખૂબ અંત: કરણ પૂર્વક આભાર માન્યો હતો. હાલમાં આ કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના દરજજો આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત જામનગરનું પ્રથમ કેન્દ્ર કાર્યરત છે.