જુમાનજી સિકવલની એક ઔર થ્રિલર મૂર્વી: ટાઇગરના રાજમાં સારું ઓપનીંગ મળ્યું
કલાકારો: ડેવન જોહનસન, કેવિન હાર્ટ, જેક બ્લેક, પાસ્કલ ફલોરેન્સ કિ જોહનસન, કેરેન ગિલ
પ્રોડયુસર:- પેરેમાઉન્ટ પિકચર્સ
ડાયરેકટર:- જેક કાસડન
રેટિંગ:- પ માંથી ૪ સ્ટાર
ગયા શુક્રવારે રર ડીસેમ્બરે ટાઇગર ઝીંદા હે રીલીઝ થઇ ત્યારબાદ ગઇકાલે શુક્રવારે કોઇ બોલીવૂડ ફિલ્મ રીલીઝ થઇ નથી. પરંતુ હોલીવુડ ફિલ્મ ‘જુમાનજી વેલકમ ટુ ધ જંગલ ’રીલીઝ થઇ છે. જે ટુ – ડી અને થ્રી – ડી માં અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ જોઇ શકાય છે. જુમાનજી સીરીઝ હીટ છે અને ભારતના તેના ડિસ્ટ્રીબ્યુટરોએ ‘ટાઇગર ઝિંદા હે’ સામે આ હોલીવુડ ફિલ્મ રીલીઝ કરવાની હિંમત દાખવી છે.
બાય ધ વે, મેટ્રો સીટીમાં જુમાનજીને ખૂબ સારું ઓપનીંગ મળ્યું છે જો કે ટાઇગર જેટલા સ્ક્રીન જુમાનજીને મળી શકયા નથી. જુમાનજી જોનારે આ એવી યુવા પેઢી છે જેમણે ગયા અઠવાડીયે મલ્ટીપ્લેકસની મોંધીદાટ ટીકીટ ખરીદીને સલમાનખાન કેટરીના કૈફની ફિલ્મ જોઇ હતી. તેઓ માને છે કે હોલીવુડ ફિલ્મ બિગ સ્ક્રીન પર અને ૩-ડીમાં જોવાની જ મજા આવે.
જુમાનજી સીરીઝની આ નવી ફિલ્મનું એડવાન્સ બુકીંગ પણ સારું એવું થઇ ગયું હતું. મતલબ કે લોકો જુમાનજીની સિકવલની કાગ ડોળે રાહ જોતા હતા.
જુમાનજીના ચાહકોને બીજા ભાગ માટે રર વર્ષ રાહ જોવી પડી છે. પ્રથમ ભાગ બ્લોકબસ્ટર હતો અને બોલીવુડ ફિલ્મોના રસિયાઓની ટોપ-૧૦ યાદીમાં જુમાનજી સામેલ છે.
જુમાનજી બે એવા બાળકોની સ્ટોરી છે જે બોર્ડ ગેમ રમતા રમતા એવી રમતમાં પ્રવેશ કરી બેસે છે જેની શરુઆત તો છે પરંતુ અંત કેમ કરવો તેની તેમને સમજ નથી.
ટૂંકમાં દર્શકોને થ્રિલનો અનુભવ થતો જાય છે તેમ તેમ આગળ શું તે જાણવાનો ઉત્સાહ વધતો જાય છે. જો કે જુમાનજીની આ સિકવલમાં બોર્ડ ગેમનું સ્થાન એક વિડીયો ગેમએ લઇ લીધું છે જે એટલી જ થ્રિલર અને રોચક છે સિકવલમાં રોબિન વિલિયમ્સના સ્થાને માચો મેન ડવેન જોહનસન છે.
જુમાનજી પાર્ટ-રમાં આ જંગલ પર આધારીત વીડીયો ગેમ ખેલનારા તેમાં ખેંચાઇ જાય છે. મતલબ કે ખુબ જંગલની દુનિયામાં પહોંચી જાય છે.
શિકાગોની મિશિગન ગવર્નમેન્ટ હાઇસ્કુલના ૪ તોફાની છાત્રોને સજાના ભાગરુપે સ્ટોર રુમની સાફ સફાઇ કરવાનું આવે છે.
જયાં તેમને પેલી જુમાનજી બોર્ડ ગેમ સ્ટોર રુમના એક ખુણામાં પડેલું મળે છે. તેમને જરીપુરાણી બોર્ડ ગેમના કોઇ રસ નથી અહીં વાર્તા વળાંક લે છે જયાં રર વર્ષ પહેલા જુમાનજી બોર્ડ ગેમ પર રોબિન ગુમ થયેલો તે અચાનક ટિવસ્ટ થાય છે અને વિડીયો ગેમના સ્ક્રીનમાં તબદીલ થઇ જાય છે. આ ચારેય છાત્ર જુમાનજી બોર્ડ ગેમની માફક તેમાં સમાઇ જાય છે. મજાની વાત તો એ છે કે તેઓ જુમાનજીની જંગલ ગેમ રમતા રમતા સાચુકલા જંગલમાં પહોંચી જાય છે.
અને અનેક પડકારો તેમજ ખતરાઓનો સામનો કરે છે. તેઓ એકબીજાના માઇન્ડ રીડ કરીને તેની પાસે ધાર્યુ કામ કરાવી શકે છે. આ પરિસ્થિતિમાં ખુદને બચાવીને ગેમમાંથી બહાર કેમ નીકળવું તેઆ ચારેય છાત્ર સામે સૌથી મોટી ચેલેન્જ છે.
ટેકનીકલમાં આ ફિલ્મ જોવાની મજા અને રોમાંચ તમને એક અલાયદા વિશ્ર્વમાં લઇ જાય છે. આ ફિલ્મનું સૌથી તાકાતવાન પાસું છે.
તેનીફોટોગ્રાફી આ સિવાય આધુનીક ટેકનોલોજી થકી જંગલી જાનવરો અને ડવેન જોહનસન વચ્ચેના દ્રશ્યોને અસરકારક રીતે ફિલ્મવાયા છે. છેલ્લે દર્શકો ફિલ્મ બે વોચ માં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ડવેન જોહનસનને જોઇ ચૂકયા છે. ટૂંકમાં વીક એન્ડમાં જુમાનજીની સિકવલ ચૂકવા જેવી નથી જ નથી.