જો અમે તમને કહીએ કે હવે વગર વીજળી અને બેટરીએ પણ બલ્બ ઘરમાં અજવાળું પાથરે છે. આપણાં દેશમાં એક એવો જ જુગાડ બલ્બ તૈયાર કરવામાં આવ્યો છે જે ખૂબ કામનો છે એ બલ્બની ખાસિયત વિશે જાણીને હેરાન રહી જશો. આ બલ્બને ચલાવવામાં વીજળીની જરુરત નથી પડતી , અને તેનુ નામ છે જુગાડ બલ્બ. જ્યાં વીજળી અને સાંધનોની અછત છે એ સ્થાન માટે આ બલ્બ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

દેશમાં દૂર-દૂરના સ્થાનો પર આજેપણ વીજળીની કોઇ સગવળતા નથી. એવી જગ્યાઓ પર લોકો પોતાના ઘરને આ જુગાડ બલ્બથી રોશન કરે છે.

સૌથી મોટી વાત તો એ કે આ બલ્બ બનાવવા માટે કોઇ જાજો ખર્ચ પણ નથી કરવાનો આવતો તો આવો જાણીએ કે કેમ બને છે આ જુગાડ બલ્બ…..?

– જુગાડ બલ્બ બનાવવા માટે એક ખાલી બોટલમાં પાણી અને બ્લીચ પાઉડરની જરુરત રહે છે. બોટલમાં ભરેલું પાણી સૂરજના પ્રકાશને રીફ્લેક્ટ કરી રુમમાં સંપૂર્ણ રીતે ઉજાસ ફેલાવે છે. આ આઇડીયા પર્યાવરણ સંરક્ષણને પણ સહેલું બનાવે છે. તો પ્રશ્ન એ થાય કે આ બલ્બને બનાવ્યો કોણે….? તો તેનો જવાબ છે કે દેહરાદૂનના ૧૨માં ધોરણમાં ભણતા તેજીત પબારીએ અભ્યાસ અને સંશોધનના અંતે આ આવિષ્કાર કર્યો છે. તેની આ શોધ વિશે આંતરરાષ્ટ્રીય જર્નલમાં ‘એ સ્ટડી ઓન ધ સોલાર એલ્યુમિનેશન પ્રોવાઇડર વાયએ વોટર બોટલ્સ’ના નામથી રીપોર્ટ છપાઇ ચુક્યો છે પોતાની શોધથી એ ગુગલ સાઇન્સ ફેર ૨૦૧૬માં સ્થાનિય ફાઇનાલીસ્ટ બનીને દુનિયાના ટોપ ૧૦૦માં પણ સ્થાન મેળવી ચુંક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.