નવાઝ શરીફે પાકિસ્તાની જયુડીશિયરીની ટીકા કરી
ન્યાયતંત્ર દેશના ટુકડા કરશે તેમ નવાઝ શરીફે કહ્યું છે તેણે આગળ કહ્યું કે પાકિસ્તાને વધુ એક વાર ૧૯૭૧ જેવો દૌર સહન કરવો પડી શકે તેવી દહેશત છે તેણે પાકિસ્તાની જયુડિશિયરી ન્યાયી પ્રણાલીની ટીકા કરતા ઉપર મુજબ કહ્યું હતું.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પનામા પેપર કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ અદાલતે નવાઝ શરીફને વડાપ્રધાન પદ માટે ગેરલાયક ઠેરવ્યા હતા. ત્યારથી તેઓ પાકિસ્તાનની જયુડિશિયરીને ભાંડી રહ્યા છે. તેના પર લાહોર હાઇકોર્ટે બ્રોડકાસ્ટિંગ બેન (દૂરસંચાર પ્રતિબંધ) મૂકતા તેઓ આગબબૂલા થઇ ગયા હતા. લાહોર હાઇકોર્ટે તેમના સમર્થકોને પણ આડે હાથ લીધા છે. તેણે કહ્યું હતું કે પાકિસ્તાનનું ન્યાયતંત્ર આ દેશના ટુકડા કરશે. જેમ ૧૯૭૧માં પાકિસ્તાન-બાંગ્લાદેશના ટુકડા થયા હતા. તેમ ફરી એક વખત પાકિસ્તાની જયુડિશિયરીના પાપે ૧૯૭૧ જેવી ભાગલાની સ્થિતિનો ઉદભવ થવાનો ખતરો દેશ પર તોળાઇ રહ્યો છે આમાં કોઇ પક્ષ કે રાજનીતિનો વાંક નથી બલ્કે અગર ૧૯૭૧ વાળી થઇ તો તેના માટે દેશની ન્યાય પ્રક્રિયા કે પ્રણાલી જ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.