બનાસકાંઠાના ડીસા શહેરમાં ગુરુવારે જિલ્લા અદાલતે સાયકોટ્રોપિક ડ્રગ્સ વેચવાના આરોપમાં એક વ્યક્તિને 20 વર્ષની જેલની સજા ફટકારી દાખલા સ્વરૂપ ચુકાદો આપ્યો છે. હાલ યુવાનોને ડ્રગ્સના કાળા અંધારામાં ધકેલી દેવા હરામી લોકો રઘવાયા થયા હોય તેવી રીતે યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી આર્થિક ઉપાર્જન મેળવતા લોકો સામે તમામ મોરચે જ્યારે લડવાની જરૂરિયાત છે ત્યારે ન્યાયતંત્રનો ચુકાદો દાખલા સ્વરૂપ છે.
સેકન્ડ એડિશનલ સેશન જજ આર આર ભટ્ટે તુષાર ઠક્કર નામના આરોપીને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને તેને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કેસમાં સરકારી વકીલ નિલમ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, જો તે દંડ ભરવામાં નિષ્ફળ જાય તો સજાને વધુ બે વર્ષ લંબાવવામાં આવશે.કેસની વિગતો મુજબ ઠક્કર પકડાયો તે પહેલા થોડા વર્ષોથી ડીસામાં કોસ્મેટિક વસ્તુઓ વેચવાની આડમાં સાયકોટ્રોપિક દવાઓ અને ગર્ભપાતની ગોળીઓ વેચતો હતો. જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસને ઠક્કર પાસેથી સાયકોટ્રોપિક દવાઓ અને ગર્ભપાતની ગોળીઓ મળી આવી હતી.
બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઠક્કર રાજસ્થાનના રહેવાસી મનોજ મહેશ્વરી રેકેટના કિંગપીન પાસેથી ડ્રગ્સ મેળવતો હતો. ઠક્કર વિરુદ્ધ ડીસા સિટી સાઉથ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.સરકારી વકીલના જણાવ્યા મુજબ, જજ ભટ્ટે ઠક્કરને 2 20 વર્ષની સજા ફટકારતી વખતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી હતી.