ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ હતા: તેમને કર્ણાટક હાઇકોર્ટમાં જજ નીમાયા હતા

ન્યાયતંત્રમાં “રાજકારણ છે, ન્યાયાધીશ જયંત પટેલનું ના-રાજીનામું છે !!! ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને વર્તમાન કર્ણાટક હાઇકોર્ટના જજે સર્વિસ પરથી રાજીનામુ ધરી દીધું છે.

સુત્રના જણાવ્યા મુજબ જસ્ટિસ જયંત પટેલે તેમના રાજીનામા પત્રમાં કોઇ અકળ કારણસર રાજીનામા અંગે કોઇ જ કારણ તો દર્શાવ્યું નથી આમ છતાં સુત્રનું માનવું છે કે જસ્ટીસ જયંત પટેલે તેઓને સિનિયોરીટી મુજબ અન્ય હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ ન બનાવાતા નારાજ ચાલી રહ્યા હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જયંત પટેલને કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટીસ નહી પણ જજ બનાવાયા હતા.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશને અગાઉ આ મામલે ઇસ્યુ ઉઠાવીને જયંત પટેલને ચીફ જસ્ટીસ પદે પુન: મૂકવાની ઉગ્ર માગ કરી હતી.

અહીં ખાસ ઉલ્લેખનીય  છે કે જયંત પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સી.બી.આઇ. તપાસનો આદેશ આપ્યો હતો. એમાં પણ રાજકારણ એટલું જ છે તો શું તેના લીધે જ તેમને કર્ણાટક મોકલાયા હતા ?

જસ્ટીસ જયંત પટેલે તેમનું રાજીનામું પત્ર ચીફ જસ્ટીસની ઓફીસે મોકલાવી દીધો છે જે જેમ નો તેમ સ્વીકાર થઇ ગયો છે. આમાં પણ રાજકારણ એટલું જ છે. તેઓ ચીફ જસ્ટીસ હતા ત્યારે આપેલા ઓર્ડરને લઇને આમ થયું છે. તેવો સવાલ લોક મુખે ચર્ચાઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.