રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે.આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષે તપાસ પંચ નિમવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.આ તપાસપંચ હવે ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે.
ગૃહ મંત્રી જાડેજાએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ માટે અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જસ્ટીસ કે.એ.પૂંજના અધ્યક્ષ પદે તપાસપંચ નીમવાની જાહેરાત કરાઈ હતી પરંતું પૂંજ અન્ય ન્યાયીક તપાસમાં વ્યસ્ત હોવાથી તેમની વ્યસ્તતાને અને સમયના અભાવને ધ્યાને લઈને ઘટનાની ત્વરિત તપાસ થાય એ આશય થી આ નિર્ણય કરાયો છે આ અંગે આજે જાહેરનામું બહાર પાડી દેવાયુ છે. આ તપાસ પંચ આગામી ત્રણ માસમાં રાજય સરકારને પોતાનો રીપોર્ટ સબમિટ કરશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, અગાઉ આ ઘટનાની તપાસ કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવ્રારા હાઈકોર્ટના પૂર્વ જસ્ટીશ કે.એ.પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમવાની જાહેરાત કરાઈ હતી. ષરંતું પૂર્વ જસ્ટીશ કે.એ.પૂંજ અન્ય ન્યાયીક તપાસમાં વ્યસ્ત હોવાથી તેમની વ્યસ્તતા અને સમયના અભાવને ધ્યાને લઈને આ ઘટનાની ત્વરીત અને સમય મર્યાદામા તપાસ પૂર્ણ થાય તે આશયથી હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ ડી.એ.મહેતા ની પંચના અધ્યક્ષપદે તપાસ પંચની જાહેરાત કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, આગના આ બનાવ સંદર્ભે રાજય સરકાર ખૂબજ સંવેદનશીલ છે અને તેથી જ ઘટનાની સત્વરે ન્યાયીક તપાસ થાય એ માટે સરકારે ઝડપી પગલાં લઈને કમીશન ઑફ ઈન્કવાયરી એકટ ૧૯૫૨(૬૦)થી મળેલ સત્તાની રૂએ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ ડી.એ.મહેતાના અધ્યક્ષપદે આ તપાસપંચ નીમવાનો નિર્ણય કર્યો છે.આ પંચ ઘટનાની તલસ્પર્શી તપાસ ની સાથે સાથે ઘટનાનો રીપોર્ટ આગામી ત્રણ માસમાં સબમીટ કરશે.