રામનાથપરા પોલીસલાઇનમાં નવ વર્ષ પહેલા સર્વિસ રિવોલ્વરથી સગર્ભા પત્ની રશ્મિબેન ઉર્ફે રસિલાબેનનું ઢીમ ઢાળી દીધુ હતું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર રામનાથપરા પોલીસ લાઇનના ક્વાર્ટર નં 11 માં રહેતા પીએસ.આઇ. હિરેનસિંહ પરબતસિંહ પરમારે સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી સગર્ભા પત્ની રશ્મિબેન ઉર્ફે રસિલાબેનનું ઢીમ ઢાળી દીધું હતું. આ ખૂનના 9 વરસ પહેલાંના બનાવના કેસની સુનાવણી પૂરી થતા આરોપી પતિ હિરેનસિંહને આજીવન કેદની સજા થઈ છે. એડીશનલ સેશન્સ ન્યાયાધીશ પવારે આ ચુકાદો આપ્યો છે. આ માટે કોર્ટમાં સ્પેશ્યલ પી.પી. ચેતનાબેન કાછડીયાએ ધારદાર દલીલ કરી હતી.
આ બનાવની હકીકત કોડીનારના કડોદરા ગામે માવતર ધરાવતી રસિલાબેન ઉર્ફે રશ્મિબેનના લગ્ન 23/1/2012 ના રોજ કોડીનારના પીપળી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા પરબતસિંહ પરમારના ફોજદાર પુત્ર હિરેનસિંહ પરમાર સાથે થયા હતા. ફોજદાર પતિ હિરેનસિંહ પરમાર, સસરા પરબતસિંહ પરમાર, નણંદ મિતાબેન પરબતસિંહ પરમાર અને જેઠ વિજયસિંહ પરબતસિંહ પરમાર રસિલાબેન ઉર્ફે રશ્મિબેનના ચારિત્ર્ય પર શંકા-કુશંકા રાખતા હોવાથી લગ્નના 1 વર્ષના ગાળામાં આરોપીઓના ત્રાસથી રસિલાબેન ઉર્ફે રશ્મિબેન પોતાના પિયર જતાં રહ્યા હતા.બાદ આરોપીઓએ સમાધાન કરતા તેણીને તેના પતિ હિરેનસિંહ પરમાર રામનાથપરા પોલીસ લાઇનના પોલિસ ક્વાર્ટર 11 માં રહેવા માટે લઈ ગયા હતા. જ્યાં ફોજદાર પતિએ રશ્મિબેન ઉપર ફરીથી ચારિત્ર્યની શંકા કરી રશ્મિબેનને તેના પતિ કે જે પોલિસ ઓફિસર હતા તે પોલિસ ક્વાર્ટર માં પૂરી નોકરીએ ગયા હતા. અને નોકરી પૂરી કરી ક્વાર્ટરમાં આવ્યા હતા. અને ફરીથી સગર્ભા પત્ની રશ્મિબેન સાથે મારકૂટ કરી પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી મારી નાખ્યાની ફરિયાદ મૃતક રશ્મિબેનના ભાઈ ભગવતસિંહ મસરીભાઈ વાળાએ એ-ડિવિઝન પોલિસ સ્ટેસનમાં નોંધાવી હતી.
પોલીસે સગર્ભા પત્નીને સર્વિસ રિવોલ્વરથી ભડાકે દઈ હત્યા કરનાર ફોજદાર પતિ સહિતના આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.આ કેસમા રાજય સરકારદ્વારા સ્પેશલ પીપી તરીકે ચેતનાબેન કાઠડીયાની નિમૂૈણક કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થતાં સેસન્સ અદાલતમાં કેસ ચાલવા ઉપર આવતા સ્પેશ્યલ પીપી ચેતનાબેન અને મુળ ફરિયાદના એડવોકેટ દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી હતી. તેમજ દસ્તાવેજી પુરાવા અને તબીબ અને ફરીયાદીની જુબાની લેવામાં આવી હતી. તેમજ બચાવ પક્ષ દ્વારા પોતાનો બચાવ રજુ કર્યો હતો. આ કેસની એડીશ્નલ સેસન્સ અદાલતમાં કેસની સુનવણી પુર્ણ થતાં આરોપી ફોજદાર અને તેના પરિવાર સામે ચુકાદો આવે તેવી સંભાવના છે. આરોપી હિરેનસિંહ પોલીસ ઓફિસર હોવાથી કાયદાન ચકચારી કેસમાં સ્પેશિયલ પી.પી તરીકે પૂર્વ સરકારી વકીલ ચેતનાબેન કાછડીયા, મૂળ ફરિયાદીના એડવોકેટ તરીકે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી લલીતસિંહ શાહ, ભૂવનેસ સાહી,સુરેશ ફળદુ અને હિતેષભાઇ ગોહેલ રોકાયા હત