ઘાંસચારા કૌભાંડના દોષિત લાલુપ્રસાદ યાદવની સજાનો ચુકાદો આજે આવશે. ગઈકાલે ભારે સુરક્ષા વચ્ચે હાજર થયેલા લાલુપ્રસાદે સીબીઆઈના ખાસ ન્યાયાધીશ શિવપાલસિંહે કહ્યું હતું કે, તમારા માટે ઘણા લોકોએ મને ભલામણ કરી છે. પરંતુ ચિંતા ના કરશો હું કાયદાનું પાલન કરીશ.
લાલુપ્રસાદે જજ સમક્ષ ફરિયાદ કરી હતી કે, જેલમાં ઘણી પરેશાનીઓ થઈ રહી છે. લોકો સાથે મળવા દેવામાં આવતો નથી, ઠંડી પણ બહુ લાગે છે. જજે આ મામલે કહ્યું હતું કે, તમને કોર્ટમાં લોકોને મળવા માટે તો બોલાવીએ છીએ. ઠંડી લાગતી હોય તો જેલમાં હાર્મોનિયમ, તબલા વગાડો અને મસ્ત રહો. લાલુપ્રસાદે કહ્યું હતું કે, મેં કશુ કર્યું નથી હું નિર્દોષ છું ત્યારે ન્યાયાધીશે કહ્યું હતું કે, એ વખતે તમે મુખ્યમંત્રી હતા.
નાણામંત્રી પણ તમે જ હતા, તમે ત્વરીત કાર્યવાહી ન કરી, તમે જાવ આજે તો તમારો નંબર પણ નથી. અલબત લાલુપ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેમને અદાલત પર સંપૂર્ણ ભરોસો છે. આ સમગ્ર ષડયંત્ર ભાજપનું છે. ભાજપે તેમની સામે આખા તંત્રનો ઉપયોગ કર્યો છે.