રાજ્યમાં 68 જજની બઢતી સાથે ટ્રાન્સફર, પાંચને ડિસ્ટ્રીકટ જજનું પ્રમોશન
રાજકોટ ઉનાળુ વેકેશનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં 68 જજોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં પાંચ ન્યાયાધીશને બઢતી આપવામાં આવી છે.જેમાંરાહુલ ગાંધીને સજા આપનાર સુરત ચીફ કોર્ટના જજ હરીશ વર્માને બઢતી સાથે.રાજકોટના અધિક ડિસ્ટ્રીકટ જજ બદલી કરવામાં આવી છે. રાજયના કાયદા વિભાગ દ્વારા 68 જેટલા ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરાઇ છે.
જેમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા આપનાર સુરત ચીફ કોર્ટના જજ હરીશ હસમુખભાઇ વર્મા સહિત 6 ને એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે બઢતી આપીછે. સુરતના ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડીશ્નલ સીનીયર સવીલ જજ હરીશ હસમુખભાઇ વર્માની બઢતી કરી રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્ટમાં એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ, તેમની જગ્યાએ સુરતના જજ એમ.આર.ખેરને ઇન્ચાર્જ તરીકે હવાલો સોંપાયો છે.
સુરત સિવિલ કોર્ટમાં પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ પરેશકુમાર પટેલની બઢતી કરી સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં 18મા એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે મુકવામાં આવ્યા છે. સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં પાંચમા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપવામાં આવી છે. સુરત કોર્ટના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટને જામનગરના ચોથા એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ બનાવવામાં આવ્યા છે . સુરત સ્મોલ કોસ કોર્ટના કુ. બિંદુ ગોપીકિશન અવસ્થીને કચ્છ જિલ્લાની અંજાર કોર્ટના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપવામાં આવી છે.