રક્તદાતાઓને આકર્ષક ગીફટ, અકસ્માત વીમા પોલીસી તથા સર્ટીફીકેટ અપાશે તેમજ લક્કી ડ્રો દ્વારા નવ ભાગ્યશાળી રકતદાતાને 4 સોનાની અને 5 ચાંદીની ગીની આપવામાં આવશે
‘અબતક’ના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા ખાસ ઉપસ્થિત રહેશે
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના 450 ગ્રુપ્સ અને 70000 થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આગામી તા.15 ઓગષ્ટ થી તા.22 ઓગષ્ટ દરમ્યાન સંવેદના સપ્તાહ તરીકે ઉજવણી કરી રહયું છે. સૌરાષ્ટ્ર રીજીયન આ સેવા સપ્તાહ અંતર્ગત માં સામાજીક-ધાર્મિક કાર્યક્રમો યોજી રહયું છે. જેના ભાગ રૂપે સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ પ્રાયોજીત આગામી તા.8-8-2021 રવિવારનાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ, 2/5 જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્મરણાર્થે માતુશ્રી ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવાર તેમજ ઈન્દુભાઈ વોરા સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા નવ ભાગ્યશાળી રકતદાતાને 4 સોનાની અને 5 ચાંદીની ગીની આપવામાં આવશે જે જે.એસ.જી. સંગિની ક્ધવીનર શ્રીમતિ સેજલબેન મનીષભાઈ દોશી ઉપરાંત સોનમ કવાર્ટઝનાં જયેશભાઈ શાહ તરફથી વોલ કલોક અનુદાનનો લાભ લીધેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આગામી તા.8-8-2021 ને રવિવારનાં રોજ સવારે 8 થી બપોરે 2 દરમ્યાન નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ, 2/5 જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન, સંગીની એલીટનો સહકાર સાંપડયો છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સતીષકુમાર મહેતા-અબતક, હરેશભાઈ વોરા, જીતુભાઈ કોઠારી – મહામંત્રી : રાજકોટ શહેર ભાજપ, રાજુભાઈ બાટવીયા, જીતુભાઈ બેનાણી, શૈલેષભાઈ માંઉ, ઈન્દુભાઈ વોરા, નીતેશભાઈ કામદાર, અનીષભાઈ વાધર, જયેશભાઈ શાહ – સોનમ કર્વાટઝ, કરણભાઈ શાહ, ભાવનાબેન દોશી, અમીષભાઈ દેશાઈ – તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, ડો.દિપકભાઈ મહેતા , મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફટ , એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષભાઈ દોશી, ડો.ચેતનભાઈ વોરા, નિલેષભાઈ કામદાર, સેજલબેન કોઠારી, નિલેશભાઈ કોઠારી, ઉદયભાઈ ગાંધી, બકુલેશભાઈ મહેતા, ચેતનભાઈ પંચમીયા, જીજ્ઞેશ બોરડીયા, ચેતનભાઈ કામદાર, ઉપેન મોદી, મેહુલ દામાણી તેમજ પ્રોજેકટ કમિટીના પરાગ મહેતા, રૂષભ શેઠ, અભય દોશી, ધવલ શાહ, નિપેશ દેસાઈ, જીતુ પંચમીયા, જતીન શેઠ, આકાશ શાહ, કરણ શેઠ સહિતનાં લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.