એવોર્ડ સ્વીકારતા રોયલ ગ્રુપના પ્રમુખ નિલેશ એચ. કોઠારી

વિશ્વની સૌથી મોટી જૈન સંસ્થા જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનના સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા સૌરાષ્ટ્રના ૮૦૦૦ દંપતી સભ્યો માટે મૈત્રી મિલનોત્સવનું આયોજન આ વર્ષે રાજકોટના નિવાસી રીસોર્ટ ખાતે થયું હતુ.

રાજકોટના ખ્યાતનામ અને લોકપ્રિય ગ્રુપ જેએસજી રાજકોટ રોયલને વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન મેમ્બરશીપમાં સૌથી વધુ વૃધ્ધિ કરવા બદલ હાઈએસ્ટ મેમ્બરશીપ ગ્રોથના એવોર્ડથી નવાજવામાં આવ્યું હતુ. વર્ષમાં જેએસજી રાજકોટ રોયલના પ્રમુખ નિલેષભાઈ કોઠારી અને તેમની ટીમએ ગ્રુપની મેમ્બરશીપમાં ૨૫%ની વૃધ્ધિ કરી નવું કીર્તિમાન સ્થાપીત કર્યું છે. કારોબારી સભ્યોની મહેનતને બિરદાવતા પ્રમુખે જણાવ્યું કે ટીમવર્કથી અને ઉત્તરમ કાર્યક્રમો દ્વારા ગુપની લોકપ્રિયતામાં ઉતરોતર વધારો થતા આ કીર્તિમાન મેળવી શકાય.

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પ્રેસીડન્ટ અજીત લાલવાણીજી કમલકુમાર સાંચેતીજી, નિલેશભાઈ કામદાર, અતુલ જામડજી, પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રેસીડન્ટ સુરેશભાઈ કોઠારી, હરેશભાઈ વોરા તેમજ અન્ય હોદેદારો અને સૌરાષ્ટ્ર રીજીયનના ચેરમેન રાજેશભાઈ શાહ, સેજલભાઈ કોઠારી તેમજ રીજીયનના તમામ હોદદારો સાથે સૌરાષ્ટ્રભરમાંથી અનેક ગુપ્સના પ્રમુખ હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં સભ્ય દંપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે રોયલ ગ્રુપને જીવદયા નોબલ વર્ક માટે પણ બહુમાન મળેલ છે. દરેક સ્પર્ધામાં રોયલના ગ્રુપના મેમ્બર્સ દ્વારા ભાગ લેવામાં આવેલ અને તેઓને અનેક એવોર્ડ સર્ટીફીકેટથી સન્માનીત કરવામા આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.