1968માં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હસુભાઇને વિશ્ર્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ એનાયત કરેલો
જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલ ના પુત્ર જુનિયર કે.લાલ હર્ષદરાય વોરા (હસુભાઈ)નું અવસાન થતા ચાહકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હાર્ટ એટેક ને કારણે અમદાવાદ ની સાલ હોસ્પિટલમાં જીનિયર કે. લાલ દેહ ત્યાગ કર્યો. આવતીકાલે સવારે 9 વાગ્યા ની આસપાસ તેમના નિવાસસ્થાને થી અંતિમયાત્રા કોવિડ ના નિયમોનુસાર નીકળશે.
કાંતિલાલ ગિરધરલાલ વોરા એટલે જાદુગર કે. લાલ પોતાની જાદુ કળા માટે વિશ્વ પ્રસિદ્ધ હતા. તેમણે તેમની 62 વર્ષની કેરિયરમાં અંદાજિત 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના વિવિધ ખૂણે ભજવ્યા હતા.
તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા (હસુભાઈ વોરા) પણ જોડાયા. લગભગ 32 વર્ષ સુધી પિતા-પુત્રે સાથે જાદુના શો એક સાથે એક જ સ્ટેજ પર વિશ્વના ખૂણે ખૂણે કર્યા. અને જુનિયર કે.લાલ તરીકે વિશ્ર્વ પ્રસિદ્ધી મેળવી. 1968માં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગર નો ખિતાબ આપ્યો. તેઓ તેમની અમુક જાદુકલા જેવી કે.. શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકર ને કારણે સારી એવી પ્રખ્યાતી મેળવી હતી. કોરોનાની મહામારી માં હસુભાઈ પણ ઝડપાયેલા પરંતુ તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરી તબીયત લથડતા આજે હાર્ટ એટેક ને કારણે તેમનું અમદાવાદ ની સાલ હોસ્પિટલ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા આજે સવારે 9 વાગે તેમના ઇન્કમટેક્સ, અમદાવાદ ખાતેના નિવાસસ્થાને થી નિકળશે.