કાર્યવાહક અધ્યક્ષ તરીકે નડ્ડાની રેકોર્ડબુક ખુબ સારી હોવાનો આગેવાનોનો મત
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં તળીયેથી ટોચ સુધી પહોંચેલા, ભારે સંઘર્ષ રાજનૈતિક ક્ષેત્રે ચાણકય બુધ્ધિકુશાગ્રતા અને વ્યકિતગત એક-એક મતદારોના મનસુધી પહોંચવામાં ખુબ જ ટુંકા સમયમાં ટોચ ઉપર પહોચેલા ભાજપ ને હવે સંગઠનને વધુ સુદ્રઢ બનાવવા માટે ચક્રો ગતિમાન કરી ચુકયો છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી માટે ૨૦મી જાન્યુ.એટલે કે ૨ દિવસ પછી ઉમેદવારોના ફોર્મ ભરાવીને જો ચુંટણીની જરૂર પડશે તો તે પછીના દિવસે મતદાન થશે તેમ પક્ષે શુક્રવારે સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું.
શાસકપક્ષમાં કાર્યવાહક પ્રમુખ જેપી નડ્ડાં પક્ષના ટોચના હોદ્દા માટે યોગ્ય સર્વસહમત અને બિનહરિફ ચુંટાઈ જાય તે નિશ્ર્ચિત છે પરંતુ પક્ષ લોકતાંત્રિક પ્રકિયાને આદર આરશે. અમિતશાહે વિશ્ર્વાસ વ્યકિત કર્યોે છે કે જે.પી.નડ્ડા, દિગ્વિજય નિશ્ર્ચિત છે. ભાજપના વરિષ્ઠનેતા રાધામોહનસિંગ કે જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણીના કાર્યવાહક આયોજન અને પ્રકિયા આગળ વધારવા કાર્યકરી રહ્યા છે.તેમને પક્ષની આંતરિક ચુંટણી માટે ભાજપના ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજયોમાં પક્ષની આંતરિક ચુંટણી પાર પાડવાનો બાહળો અનુભવ છે. ભાજપના ચુંટણી બંધારણમાં એવી જોગવાઈ છે કે કુલ તમામ રાજયોના સંગઠન એકમોમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા રાજયોમાં પક્ષની આંતરિક ચુંટણીઓ અને હોદેદારોની વરણી અને ચુંટણી કવાયત પુરી થઈ ગયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી કરવાની બંધારણીય જોગવાઈ છે.