ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સંભાળી છે. પાર્ટીના કાર્યાલયમાં નડ્ડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અમિત શાહે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નડ્ડાને 19 જૂન 2019ના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.

નડ્ડાની રાજકીય સફર:
નડ્ડા 2019ની લોકસભા ચૂંટણીમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનના પ્રભારી હતા જ્યાં પાર્ટીને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના મહાગઠબંધનથી આકરા પડકારો હતા. ભાજપે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા સીટોમાંથી 62 પર જીત નોંધાવી.

સામાન્ય ચૂંટણીમાં ભાજપ માટે મહત્વપૂર્ણ રાજ્ય સંભાળવા સિવાય નડ્ડા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.